સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th January 2019

તળાજાના ગોપનાથ જિનિંગમાં આગ ભભૂકીઃ મશીનરી, કપાસ મળી ૨પ લાખનું નુકશાન

તળાજા, તા.પઃ મહુવા રોડ પર આવેલ ગોપનાથ જીનીગ ફેકટરીના મલિક જશુભાઈ પાતાભાઈ ભમમરના જણાવ્યા પ્રમાણે બપોર બાદ ૪. વાગ્યા બાદ મશીનરી વિભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે એકા એક આગ લાગી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધેલ.જેને કારણે મોટા ભાગની મશીનરી અને કપાસની ત્રીસ ગાંસડી અને વિસ ગાંસડી બાંધી શકાય તેટલો માલને આગ કારણે નુકશાન થવા પામેલ. આગને ઓલવવા તળાજા પાલિકાની ફાયર ટીમ અને ફેકટરીમાં જ બનાવેલ ફાયર સેફટીના સાધનોને કારણે બે કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જેને લઈ વધુ નુકશાન અટકાવી શકયા હતા.

બનાવ ને લઈ ટાઉન બીટ જમાદાર અતુલ મેસરિયા જીનીગ ફેકટરી ખાતે દોડી ગયા હતા.જશુભાઈ ભમમર દ્વારા અંદાજે પચીસ લાખ રૂપિયાની નુકશાની થયા ની ફરિયાદ નોંધાવવા મોડી સાંજે તજવીજ હાથ ધરી હતી.

 

(11:49 am IST)