સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th December 2021

મોરબીના ગોકુલનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો કર્યો.

મોરબીના શનાળા બાયપાસ નજીક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય જે સ્થળ પર દરોડો કરીને પોલીસે દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી લીધો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે શનાળા બાયપાસ નજીક આવેલ ગોકુલનગર સરકારી સ્કૂલ પાસે બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો, દેશી દારૂ ગાળવાનો આથો ૬૫૦ લીટર, એશી દારૂ, ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૩૭૫૦ ના મુદામાલ સાથે આરોપી મનોજ શાંતિલાલ કડેવાર( રહે ગોકુલનગર મોરબી વાળા)ને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:44 pm IST)