સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th December 2021

ઠંડીમાં આંશીક ઘટાડો ગિરનાર પર્વતે ૧૦.૬ ડીગ્રી

કાતીલ ઠારને લઇ જનજીવનને અસર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.,૪: આજે ઠંડીમાં આંશિક ઘટાડો થતા થોડી રાહત અનુભવાઇ હતી. પરંતુ કાતીલ ઠારને લઇ જનજીવનને ભારે અસર થઇ હતી.

છેલ્લા ચાર દિવસથી શિયાળાએ જમાવટ કરી છે. શુક્રવારે જુનાગઢમાંગિરનું લઘુતમ તાપમાન ૭.૮ ડીગ્રી બાદ આજે સવારે તાપમાનનો પારો ઉપર ચડીને ૧૦.૬ ડીગ્રીએ સ્થિર થયો હતો. જેના પરીણામે પર્વતીય વિસ્તારોમાં ઠંડી ઘટી હતી. પરંતુ કાતીલ ઠાર અને બર્ફીલા પવનને કારણે પ્રવાસીઓ ઠુઠવાઇ ગયા હતા.

આજે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૫.૬ ડીગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહયું હતું. જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.ર ડીગ્રીની રહી હતી.  ગઇકાલની જેમ આજે પણ ધુમ્મસ અને ઝાકળથી ઠંડીની તીવ્રતા વધી હતી.

(12:18 pm IST)