સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th December 2021

ભાવનગર મે બે સ્થળોએ ફૂડ સેફટી વિભાગ દ્વારા ચેકીંગ : ૨૪ લાખનો દંડ

ભાવનગર તા. ૪ : ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં ફુડ સેફટી ઓફિસરશ્રીઓ દ્વારા સંયુકત તથા સ્વતંત્ર રીતે ખાદ્ય ચીજવસ્તુના ઉત્પાદન વેચાણ સંગ્રહ કરનાર વેપારી પેઢીના એકમો પર દરોડા પાડી તેમની પાસેથી તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ -૨૦૦૬ નાં નિતી નિયમો અન્વયેની શંકાનાં આધારે ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂનાઓ પ્રાદેશીક ખોરાક પ્રયોગશાળા ખાતે મોકલતા સદર નમુનાઓ મીસ બ્રાન્ડેડ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા સંબંધિત ફુડ સેફટી ઓફિસરશ્રી દ્વારા અત્રેની એજયુડીકેટોલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ. જે કેસોની ધારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વેપારી પેઢીનાં એકમોને દંડની સજા કરવામાં આવેલ છે .જેમાં ૧) રિલાયન્સ માર્કેટ, હિમાલિયા મોલ, ૨અ) Creve Eatables પ્રા.લિ. વિઠ્ઠલવાડી, ૨બ) Creve Eatables પ્રા.લિ. કાળાનાળા અને ૨ક) Creve Eatables પ્રા.લિ. મુંબઇનાં Creve Eatables Shahi Gulab Jamun Pack of 1 KG નો સદર નમૂનો Misbranded Food જાહેર થયેલ છે. જેથી રિલાયન્સ માર્કેટ, હિમાલિયા મોલને રૂ.૩,૦૦,૦૦૦ અને Creve Eatables પ્રા.લિ.ને રૂ.૨૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨૪,૦૦,૦૦૦ નો દંડની રકમ ફટકારવામાં આવી છે.

(12:14 pm IST)