News of Friday, 4th December 2020
નવી ડે નિમિત્તે INS વલસુરા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો: નેવીના જવાનોએ દિલધડક કરતબો કર્યા :ખાસ અંગ કસરતના દાવ પણ રજૂ કર્યા
જામનગરમાં 4 ડિસેમ્બર, શુક્રવારે નવી ડે નિમિત્તે INS વલસુરા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. નેવીના અધિકારીઓ અને ખાસ આમંત્રિતોની ઉપસ્થિતિમાં નેવીના જવાનોએ દિલધડક કરતબો કર્યા હતા અને ખાસ અંગ કસરતના દાવ પણ રજૂ કર્યા હતા. દર વર્ષે 4 ડિસેમ્બરના નેવી ડે ની ઉજવણી થાય છે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇ ખાસ કાર્યક્રમો માં ફેરફાર થયો છે પરંતુ નેવી ડે નો કાર્યક્રમ યથાવત રીતે યોજવામાં આવ્યો હતો જેમાં નેવીના જવાનો એ ભારતીય સૈન્ય ની તાકાત ના દર્શન પણ કરાવ્યા હતા.તસવીરો- કિંજલ કારસરીયા,જામનગર
(8:34 pm IST)