સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

મોરબી પાસે થતા નેશનલ હાઇવેના સર્વિસ રોડમાં મસમોટા ગાબડા : વાહન ચાલકો પરેશાન

 (પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૪:  સિરામિક ઉદ્યોગ મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર વિકાસ પામ્યો છે મોરબીથી વાંકાનેર જતા નેશનલ હાઈવે પર અનેક ફેકટરીઓ કાર્યરત છે અને સિરામિક ટ્રેડના હાર્ટ સમાન મોરબી સિરામિક એસોની ઓફીસ પણ લાલપર નજીક આવેલ છે જયાં હાઈવે પરના સર્વિસ રોડની હાલત અતિ દયનીય છે સર્વિસ રોડ પર દોઢ થી બે ફૂટના મસમોટા ગાબડા જોવા મળે છે એટલું જ નહિ ગાબડામાં ગંદા પાણી ભરેલા રહે છે જેથી બાઈક સવારો તો નીકળી જ સકતા નથી તો ફોર વ્હીલ અને ટ્રક પણ મહા મુસીબતે પસાર થાય છે રાત્રીના અંધકારમાં તો અનેક લોકો અહી ખાબકતા પણ હોય છે અને નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.

મોરબી જીલ્લા ટ્રાફિક ટ્રસ્ટની મીટીંગમાં પણ જીલ્લા એસપીની ઉપસ્થિતિ માં નેશનલ હાઈવે અધિકારી સમક્ષ સર્વિસ રોડનો મુદો ઉઠાવ્યો હતો છતાં સર્વિસ રોડ રીપેરીંગ કરવામાં કોન્ટ્રાકટર મનમાની કરતા હોય તેવો દ્યાટ સર્જાઈ ર્હોય છે જેથી મોરબી સિરામિક એસો દ્વારા ગંભીર બેદરકારીને પણ વખોડવામાં આવી છે.

(11:27 am IST)