સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

જસદણના ઉદ્યોગપતિ ઉપર હુમલો કરનાર ત્રણ આરોપીઓની અટકાયત

( ધર્મેશ કલ્યાણી દ્વારા ) જસદણ તા.૪:  જસદણના છત્રી બજારમાં રહેતા અને શહેરના ગઢડીયા રોડ ઉપર ખુશી જિનિંગના વેપાર ધંધા સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગપતિ ઈમરાનભાઈ હુસેનભાઇ ખીમાણી ઉપર ગઇકાલે રાત્રે જાવેદ નામના કોઈ શખશે એસીડ નાખી હુમલો કરતાં ઉદ્યોગપતિ ઈમરાનભાઈ ખીમાણીને ગળા તેમજ હાથના ભાગે ઇજાઓ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ થતા જસદણ પોલીસે ગુનો નોંધી ઉપલેટાના જાવેદ મામદ તેમજ આદિવાસી સુગ્રીવ રામ નરેશ ગુપ્તા અને શ્યામ કુમાર યાદવ એમ ત્રણેય આરોપીઓની અટકાયત કરી ત્રણેયના કોરોના ટેસ્ટ કરાવવા મોકલ્યા હતા. આજે સાંજે ત્રણેયના કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. વેપાર-ધંધાની બાકી રકમ આપતા ના હોઇ તે બાબતે આરોપીએ રકમ આપવાને બદલે ઉશ્કેરાઈ જઈને યુવા ઉદ્યોગપતિ ઉપર હુમલો કર્યો હતો. વધુ તપાસ જસદણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ આર પી કોડીયાતર ચલાવી રહ્યા છે.

(11:24 am IST)