સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

કુંકાવાવના જનસંઘના આગેવાન ડોલરભાઇ દવેની શુભેચ્છા મુલાકાતે પુરૂષોતમભાઇ રૂપાલા - કૌશિકભાઇ વેકરીયા

કુંકાવાવ તા.૪ : કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા અને નવનિયુકત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાએ અમરેલી જીલ્લાના કુંકાવાવ ખાતે જનસંઘ સમયના ભાજપના વરીષ્ઠ અગ્રણી બ્રહ્મ સમાજના આગેવાન તથા કુંકાવાવ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ડોલરભાઇ દવેની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પુરૂષોતમભાઇ રૂપાલાએ ડોલરભાઇ  દવે સાથે વર્તમાન પરિસ્થિતિ તેમજ રાજકીય વિષયો ઉપર ચર્ચા કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:21 am IST)