સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

ગાંધીધામના પડાણા ગામ પાસે કંપનીના પ્લાન્ટમાં ઝેરી ગેસ વળતરથી હોબાળો

લોકોના હલ્લાબોલને પગલે ફેકટરી બંધ : તંત્ર દોડતું થયું

ભુજ તા. ૪ : કચ્છમાં પ્રદૂષિત એકમોને કારણે અવારનવાર મુશ્કેલીઓ સર્જાય છે. તે વચ્ચે ગાંધીધામના પડાણા ગામે એકાએક થયેલા ગેસ ગળતરથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

એકાએક તીવ્ર વાસ પછી લોકોની આંખોમાં બળતરા ચાલુ થઈ હતી અહીં કચ્છ કેમિકલ નામના ફેકટરીના પ્લાન્ટમાં આ ગેસ ગળતર થયું હોવાનો ખ્યાલ આવ્યા બાદ લોકો હલ્લાબોલ સાથે ફેકટરીના પ્લાન્ટમાં પહોંચ્યા હતા, જેને પગલે ફેકટરી બંધ કરાઈ હતી.

દરમિયાન આ સમાચાર પછી તંત્ર દોડતું થયું હતું અને પ્રદૂષણ નિયંત્રણ અધિકારી પણ અહી પહોંચ્યા હતા. જેને પગલે હવે પ્રદૂષણ ટીમની ચેકીંગ પછી જ પ્લાન્ટ શરૂ કરાશે.

(11:20 am IST)