સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

અમરેલીમાં ભાગીદારીમાં ધંધો શરૂ કરીને હિસાબ ન આપ્યોઃ રૂ.ર૭.પ૦ લાખની છેતરપીંડીની ફરિયાદ

અમરેલી તા.૪  : અમરેલી રામજી મંદિર સામે ફેમસ કોમ્પ્લેકસમાં આવેલ સલીમભાઇ મેતરની દુકાનમાં અલ્ફાઝભાઇ રફિકભાઇ બિલખીયા અને અનીસ ઇકબાલ કાલવા પાર્ટનરમાં ધંધો કરતા હોય સને ર૦૧૯ના મે માસથી આજ દિન સુધીમાં ધંધો કરેલ રોકાણના હિસાબ રૂ.૧૭,૦૦,૦૦૦નું અલ્ફાઝભાઇ તથા તેના ભાઇનું ચીટીંગ કરી મિત્ર એજાજાભાઇ લાખાણી સાથે પાર્ટનરશીપમાં ધંધો કરી સાડા દસ લાખ રૂપિયાનું ચીટીંગ કરી કુલ રૂ.ર૭,પ૦,૦૦૦ની છેતરપીંડી કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.

અમરેલીમા બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

અમરેલીમા શિવ રેસીડેન્સી રહેતા કિરણબેન બાવચંદભાઇ ખોખર બંધ મકાનમાં કોઇ તસ્કરોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટમાંથી રોકડ રૂ.૪૮ હજારની ચોરી કરી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છતડીયામાં કંપનીમાંથી  કોમ્પ્યુટર સેટ ચોરાયો

રાજુલાના છતડીયામાં ટીઆઇપીએલ કંપનીના કોમ્પ્યુટર સેટ કોઇ તસ્કર રૂ.ર૦ હજારની કિંમતનો ચોરી ગયાની પ્લાન્ટ ઓપરેટર દિનેશભાઇ નુતરીયાએ રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

રાજુલામાં પરિણીતાને મારમારી ત્રાસ

રાજુલામાં રહેતી દક્ષાબેન હિતેષભાઇ સોલંકીને પતિ હિતેષ ભરત સોલંકી અવાર નવાર ઝઘડો કરી મારમારી ગાળો બોલી કરિયાવર બાબતે મેણા મારી ત્રાસ આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નાના ભમોદ્રા ગામે પરણીતાને  ગાળોબોલી મારમાર્યો

સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામે રહેતી મીનાબેન સંજયભાઇ પરમારને પતિ સંજય પ્રવિણ, સસરા પ્રવિણભાઇ, સાસુ દયાબેને ગાળો બોલી ઢસડી માર મારી મેણા ટોણા બોલી ઘરમાંથી કાઢી મુકયાની સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે.

(1:04 pm IST)