સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ટંકારામાં બે દુકાનોના તાળા તૂટયા

તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા : પરચુરણ સિવાય કંઇ ન મળ્યું

 ટંકારા, તા. ૪ :  ટંકારામાં લતીપર રોડ ઉપર પુલની પાસે આવેલ સત્યમ ઓટો ગેરેજ તથા નેહા ટી. ડીપો નામની દુકાનના શટર ઉચકાવીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરેલ છે.

ટંકારામાં ગત રાત્રીના તસ્કરો દ્વારા નેહા ટી ડીપોનું શટર ઉચકાવી અંદર જઇ ટેબલના ખાનાઓ ફેંદી બધુ વેર વિખેર કરેલ છે. બહારની બાજુ લગાવેલા સી.સી. કેમેરો તોડી નાખેલ છે. આજ રીતે સત્યમ ઓટો ગેરેજમાં પણ શટર ઉંચકાવી અંદર પ્રવેશી ચોરીનો પ્રયાસ થયેલ છે.

બંને સ્થળોએ મોટી રકમ ન હતી પરંતુ રૂ.ના સિકકાઓ પડેલ હતા. તે તસ્કરો લઇ ગયાનું જાણવા મળે છે.

(1:03 pm IST)