સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

જામનગરમાં ટાટ પેપરલીક કૌભાંડ પ્રકરણમાં અરજદારને કામગીરી માહિતી આપવા આદેશ

જામનગર, તા. ૪ : જામનગર ની સત્યસાંઈ હાઈસ્કૂલમાં થયેલ ટાટ પેપરલીક કૌભાંડ અને તેમાં થયેલ અન્યાય બાબતે જામનગર જીલ્લા કલેકટરશ્રી ને કરવામાં આવેલ રજૂઆતનો જવાબ આવેલ છે. કલેકટરશ્રી દ્વારા જામનગર જીલ્લા શિક્ષણઅધિકારીશ્રી ને આ તમામ બાબતે થયેલ કામગીરી અંગે વિગતે જણાવવાનું અને તેની એક નકલ અરજદારને પણ મોકલી આપવા જાણ કરવામાં આવેલ છે. આ અંગે નિવાસી અધિક કલેટકર રાજેન્દ્ર વી. સરવૈયાએ જણાવ્યું અરજદાર ભાવિન એચ. કેવલીયા, રે. જામનગર દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને તા. ૧૧- ૧ ૧-ર૦૧૯ની અરજીથી ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા. ર૭-૦૧-ર૦૧૯ના રોજ યોજાયેલ ટાટા (TAT ) પરીક્ષામાં જામનગરની સત્યસાંઇ હાઇસ્કુલમાં થયેલ પેપરલીક કૌભાંડ તથા તેઓને થયેલ અન્યાય બાબતે રજુઆત કેરલ છે જે રજુઆતની નકલ સામેલ રાખેલ છે. અરજદારશ્રીની રજુઆતની વિગતે જરૂરી ખરાઇ કરી નિયમોનુસાર કાર્યવાહી થવા તથા થયેલ કાર્યવાહી પરત્વે અરજદારને પ્રત્યુતર પાઠવવા જણાવ્યું છે.

(1:01 pm IST)