સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનઃકેશોદમાં કિશોરી મેળો યોજાયો

જૂનાગઢ,તા.૩ જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી  કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત કેશોદમાં સરકારી ગલ્સ હાઈસ્કૂલ માં આચાર્ય  જલ્પાબેન  માર્ગદર્શન હેઠળકિશોરીમેળો યોજાયો હતો. જેમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત યોજાયેલ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળઅધિકાર  જીગરભાઈ જસાણી દ્વારા ભારત સરકારની ફલેગ સ્કીમ બેટી બચાઓ બેટી પઢાઓ  વિશે તથા દીકરીઓને મહત્વ અને બચાવવા વિશે માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણઅધિકારી  પ્રફુલભાઈ જાદવ દ્વારા દ્યરેલું હિંસા અધીનિયમ અને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ. આ ઉપરાંત મહિલા શકિત કેન્દ્રના જિલ્લા કોડિનેટર   માધુરીબેન મકવાણા દ્વારા માસિક ધર્મ અને સ્વાસ્થય જાળવણી બાબતે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના   કૃપાબેન ખૂંટ દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરની કામગીરી વિશે તથા ૧૮૧ના કાઉન્સેલર   મીરાબેન માવદિયા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વિશે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણઅધિકારી  મનીષાબેન મુલતાની દ્વારા અભારવિધિ કરેલ. મહિલા શકિતકેન્દ્રના જિલ્લા કોઓર્ડીનેટર  મીરાબેન કરમૂર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના શપથ લેવડાવવામાં આવ્યા તેમજ કિશોરીઓને મેન્સયોરન્સ હાઈજીન કીટ આપવામાં આવેલ હતી.

(12:53 pm IST)