સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

સરકારની શિક્ષણ સહિત મબલખ યોજનાનો લાભ લેવા પ્રવાસન મંત્રી આહિરની અપીલ

ભવનાથમાં આહિર સોરઠીયા સમાજના નવા ઉતારા બિલ્ડીંગનું ખાતુમુહૂર્ત

જૂનાગઢ તા.૪  જૂનાગઢમાં ભવનાથ સ્થિત સોરઠીયા આહિર સમાજ મંગલનાથબાપુ જગ્યા ખાતે સોરઠીયા આહિર સમાજના ઉતારા ખાતે નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત રાજયના પ્રવાસનમંત્રી  વાસણભાઈ આહિરના હસ્તે યોજાયું હતુ.

આ તકે મંત્રી  વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લો શિક્ષણમાં હમેંશાથી અગ્રેસર રહયો છે. તેમણે જણાવ્યું હતું કે આજે શિક્ષણ અનિવાર્ય છે. મંત્રી  એ ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓની માહીતી આપતા લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે સમૂહ લગ્નોત્સવ માટે રૂ.૧ કરોડ ચૂકવે છે. આ તકે તેમણે સોરઠિયા આહીર સમાજના પ્રમુખ ઓ, ટ્રસ્ટીઓ, કાર્યકરોની ઉતારાભવન નિર્માણ માટે અથાગ મહેનતની પણ પ્રશંસા કરી હતી.

આ તકે આ નવનિર્મિત ઉતારાભવનના દીર્દ્યદષ્ટા   દેવાણંદભાઈ સોલંકી અને દ્વારકાથી ભાલકા સુધી સુવર્ણ શીખર ધ્વજ રથયાત્રાના પથદર્શક   ભગવાનભાઈ બારડનું, રથયાત્રા દરમિયાન કામગીરી કરનાર સંસ્થા, યુવાનોનું પણ સન્માન કરવામાં આવેલ હતુ. આ ઉપરાંત આહીરના હસ્તે ખેલમહાકુંભ, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર યુવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શિવરાત્રીના મેળામાં તથા ગીરનારની લીલી પરિક્રમા વખતે લોકોને પુરતી સુવિધા થઈ શકતી ન હતી તેથી આ જગ્યામાં વિશાળ ઉતારા ભવન બનાવવા સંસ્થાના પ્રમુખ દેવાણંદભાઈ સોલંકી તથા ટ્રસ્ટીઓની જહેમત બાદ યાત્રીકોની સુખાકારી માટે ઉતારા ભવન બનાવવાનું નક્કી થયેલ જેનું મંત્રી  વાસણભાઇ આહીર અને મહાનુભાવોનાં હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દેવાણંદભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આહિર સમાજના ભામાશા ભીખુભાઈ વારોતરીયા ઉપસ્થિત રહી ઉતારા ભવન નિર્માણ માટે રૂ. ૨૧ લાખનાં દાનની જાહેરાત કરી હતી. ઉપપ્રમુખ સાજણબાપા, ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, મુળુભાઈ કંડોરીયા, ડો. રણમલભાઈ વાડોતરીયા, સહકારી અગ્રણી  જેઠાભાઈ પાનેરા, મારખીભાઈ વસરા, હમીરભાઇ રામ, નારણભાઇ સોલંકી, વિવિધ ધર્માલયોથી પધારેલ સંતો, જ્ઞાતી અગ્રણીઓ, આગેવાનો, સંતો મહંતો, સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉપસ્થતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન    ડો. હરદારસભાઇ વાઢેર દ્વારા કરવામાં આવ્યુ હતુ.

(12:53 pm IST)