સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ભેસાણ તાલુકા આશા સંમેલનમાં આશાવર્કર બહેનોને સન્માનિત કરાયા

જૂનાગઢ, તા.૪: ભેસાણ તાલુકા હેલ્થ કચેરીના ઉપક્રમે આશા સંમેલન યોજાયું હતું. જેમાં તાલુકાના હેલ્થ ઓફિસર ડો.પૂજા પ્રિયદર્શિનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આશા ફેસેલીટર અને આશા સંમેલનમાં તાલુકા - જિલ્લા કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આશા સંમેલનને મામલતદાર બ્રહ્મભટ્ટે ખુલ્લો મુકતા જણાવ્યુ હતુ કે આશા ફેસેલીટર અને આશા વર્કર બહેનો દ્વારા ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારનાં અંત્યોદય સુધી તેમના પરિવારની ખેવના કરવા રાજય સરકાર કામ કરી રહી છે.

આશા બહેનો દ્વારા ગામડાઓમાં આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ લાવવાનો અથાગ પ્રયાસ કરાયો છે. જેના દ્વારા ગ્રામ્ય કક્ષાએ આજે આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે. આશા બહેનો સ્ત્રીભૃણ હત્યા નિવારણ, બેટી બચાવો-બેટી વધાવો, કુટુંબ કલ્યાણ યોજના, મમતા કાર્ડ, જનની સુરક્ષા યોજના તેમજ સરકારી યોજનાઓની જાણકારી આપી સમાજની સુંદર સેવા કરે છે. સંમેલનમાં સમાજને આરોગ્ય  ને લગતા સંદેશા આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા 'ભ્રુણ હત્યા ' મૃત્યુ પામેલ બાળકની માતાની વ્યથા ' જેવા નાટકો  તથા આરોગ્ય ના નિતી આયોગના  ૭+૪ ઇન્ડીકેટર ની સમજ આપતો આરોગ્ય નો ગરબો વગેરે  રજુ થયા હતા.

તાલુકા હેલ્થ કચેરી, ભેસાણ દ્વારા આશા સંમેલનમાં સારી કામગીરી કરનાર આશા બહેનોને સન્માનિત તેમજ પ્રોત્સાહિત કરી. તમામ મહાનુભાવો દ્વારા દરેક આરોગ્ય સેવાનો લાભ સારી રીતે લઈ શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસરના માર્ગદર્શનથી આશા બહેનો દ્વારા આરોગ્ય વિષયક સંદેશારૂપ નાટકો, અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા હતાં. 

આ પ્રસંગે  ડો પુજા પ્રિયદર્શીની  તાલુકા હેલ્થ ઓફિસર શ્રી - ભેસાણ એ જણાવ્યું હતું કે આશા એ ગામડાઓમાં છેક છેવાડે સુધી આરોગ્ય ની સેવાઓ, સંદેશાઓ પહોંચાડતી એક અગત્યની વ્યકિત છે.વધુમા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ વિડીઓ કોનફરન્સ માં આશા સાથે કરેલ વાર્તાલાપ ના લાઇવ અંશો દેખાડી 'આશા'ના ઉત્સાહમાં વધારો કર્યો હતો,હંમેશાં કંઈક નવું કરવાની નેમ રાખતા ડો.પુજા પ્રિયદર્શીની એ 'સરગવા ' ના ફાયદા વિશે પ્રોજેકટર થી સ્લાઇડ શો દ્વારા વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને તેમાથી બનતી વિવિધ વાનગીઓ ની રેસીપી પણ બતાવી હતી. ડો.મોહસીન લોહીયા મે.ઓ.મેંદપરા તથા ડો.સમા સાહેબ મેડીકલ ઓફિસર શ્રી રાણપુર દ્વારા સગર્ભા સ્ત્રીઓમાં લોહી ની ઉણપ વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.  આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર શ્રી નિરાલી નિમ્બાર્ક એ આશાએ એચ.બી.એન.સી.વિઝીટ મા ધ્યાનમાં રાખવા લાયક મુદ્દાઓ તથા નબળા બાળકોની સારવાર માટે ની સરકારશ્રી ની  યોજના 'બાલસખા'-૩  વિષે માહિતી આપેલ વિશેષમાં જુનાગઢ ની અભયમ ટીમ દ્વારા ૧૮૧ હેલ્પ લાઇનની માહિતી આપેલ.

(12:52 pm IST)