સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધોરાજી કન્યા વિદ્યાલયમાં વિશ્વ એઇડ્ઝ દિવસની શાનદાર ઉજવણી

ધોરાજી તા. ૪: શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.જે.સિરોયા પટેલ કન્યા વિનય મંદિર ધોરાજીમાં  વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી અંતર્ગત રેડ રીબીનનું આયોજન કરવામા આવેલ વિદ્યાર્થીની બહેનો દ્વારા જ એઇડ્સ વિશેની જાણકારી આપવામા આવેલ.

શાળાના આચાર્યાશ્રી કુંદનબેન ભેસાણીયા સુપરવાઇઝરશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી રેડ બલૂન સાથે રેડ રિબીનનુ આયોજન કરવામા આવેલ હતું.

 આ રેડ બલૂન સાથેની રેડ રિબીનના માધ્યમથી વિદ્યાર્થીની બહેનોને એઇડ્સ વિશેના ભય સ્થાનથી માહિતગાર કરવામા આવી આ તકે શાળા સંચાલક મંડળના પ્રમુખ કિશોરભાઇ પટેલ તથા મેનેજીંગ ટ્રસ્ટી ધર્મેશભાઇ પટેલ જીમીભાઇ પટેલ તથા મેનેજર કિરણભાઇ પેથાણીએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા.

(12:04 pm IST)