સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધ્રાંગધ્રામાં ગંગાપૂજન પ્રસંગ ધામધુમથી ઉજવાયો

હળવદઃ આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક વેદકાળથી ગંગા જેવી પવિત્ર નદીઓ ને માતા દેવી માની તેમની સ્તુતિ ઉપાસના પૂજા કરાય છે ગંગા પૂજન કરવાથી જીવનમાં માનવીને સુખ શાંતિ મળે છે તેથી ગંગા પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે ત્યારે ધાંગધ્રામા મયુર નગર ખાતે રહેતા દેવજીભાઈ કાનજીભાઈ રબારી નાંદ્યા પરિવાર દ્વારા ગંગાપુજન ના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ રૂડા આ પ્રસંગે દુધઈ વડવાળા મંદિર ના પૂજય મહંત રામબાલકદાસબાપુ તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા ગંગા પૂજન ના આ પ્રસંગે રામબાલકદાસબાપુ તથા સંતો નું સ્વાગત દેવજીભાઈ રબારી નાંદ્યા ઙ્ગપરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોનું શાબ્દિક સ્વાગત દિનેશભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું આ ગંગાપુજન ના રૂડા પ્રસંગે બહોળી સંખ્યામાં સગા સ્નેહીઓ તેમજ રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 pm IST)