સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધ્રોલ લોક વિજ્ઞાન કેન્દ્રના આંગણે ખગોળપ્રેમી જનતા માટે સ્પેસ ત્રિદિવસીય સ્પેસ એકઝીબીશન અને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદની તક

ધ્રોલ તા.૪: વિક્રમ સારાભાઇ સ્પેશ એકઝીબીશન, સ્પેશ એપ્લિકેશન સેન્ટર-અમદાવાદ અને ગુજકોટ, ગાંધીનગર પ્રેરિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલના સંયુકત ઉપક્રમે જામનગર જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળા-કોલેજ તેમજ ખગોળ ક્ષેત્રમાં  રસ ધરાવનાર વિદ્યાર્થી, શિક્ષકો અને આમજનતા માટે 'ત્રિદિવસીય ઇસરો સ્પેશ એકઝીબીશન' અને ઇસરોના સીનીયર વૈજ્ઞાનિકો સાથે જિલ્લાના ખગોળ પ્રેમી લોકોને સીધા જ સંવાદનો અવસર મળે તેવુ આયોજન તા. ૧૦-૧૧-૧૨ના રોજ સવારે ૯ થી સા઼જે પ સુધી શ્રી એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ, દરબારગઢ ધ્રોલ સ્થળે કરવામા આવેલ છે.

અવકાશ તકનીકીઓ અને એપ્લીકેશનનો ક્ષેત્રે લોકોમા જાગૃતિ લાવી ઇસરો વધુમા વધુ લોકો સુધી પહોચે, સમાજને સીધો જ લાભ મળે તેવા અવકાશ આધારીત કાર્યક્રમોના ઉપયોગને પ્રોત્સાહન મળે, દ્રશ્ય-શ્રાવ્ય તેમજ વર્કિંગ મોડેલ્સ દ્વારા બાળકો અવકાશ વિજ્ઞાન સરળતાથી સમાજે, અવકાશીય ક્ષેત્રે કારર્કિદી બનાવવા યુવાનોને પ્રેરીત કરવાના ઉદે્શથી આ કાર્યક્રમ પ્રયોજેલ છે. દરરોજ પ્રદર્શનની સાથે મુલાકાતી ખગોળજિજ્ઞાસુઓને ઇસરોના સિનિયર વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે.

ત્રિદિવસીય વિક્રમ સારાભાઇ સ્પેશ એકઝીબીશનમાં ઇસરોના ઇતિહાસની પેનલ, કાર્ટોસેટ, રીસોર્સસેટ, મંગળયાન, ચંદ્રયાનના મોડેલ્સ જેવા લોન્ચ વ્હીકલ અને રોકેટના મોડેલ્સ, કૃત્રિમ, ઉપગ્રહની એપ્લીકેશન સમજાવતી પેનલ્સ જોવા મળશે. જિલ્લાના બાળકો આ પ્રદર્શન ભરપુર નિહાળે, ઇસરો સિનીયર વૈજ્ઞાનિકોને મળી અવકાશક્ષેત્રે પોતાની કારર્કીદી બનાવતા થાય તે માટે સંસ્થાના ચેરમેન હરસુખભાઇ મહેતા, ધર્મેશભાઇ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંડેરિયાએ આ પ્રદર્શનનો લાભ લેવાનુ આમંત્રણ પાઠવેલ છે. રસ ધરાવનાર શાળા, કોલેજના સંચાલકોએ પોતાની શાળાને સામેલ કરવા તા. ૭ પહેલા ૯૯૭૯૨ ૪૧૧૦૦ (સંજય પંડયા), ૯૪૯૯૫ ૬૪૪૮૧, (૦૨૮૯૭) ૨૨૩૬૩૮  પર ફ્રી રજીસ્ટ્રેશન કરાવવાનુ તેમ યાદીમા જણાવાયુ છે.

(11:59 am IST)