સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

માવઠાથી માણાવદરમાં ૪, કેશોદમાં ૨ હજાર ગુણી મગફળી પલળી ગઇ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી આફત સમા કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો હેરાન-પરેશાનઃ જુનાગઢમાં સવારથી વાદળા

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ સમી આકાશી આફતથી ખેડૂતો ભારે પરેશાન છે ત્યારે ગઇકાલે વરસેલા કમોસમી વરસાદથી માણાવદરમા ૪ હજાર અને કેશોદમાં ૨ હજાર ગુણી મગફળી પલળી ગઇ છે જયારે જુનાગઢમા સવારથી વાદળા છવાયા છે તો અમુક જગ્યાએ તડકા સાથે મિશ્ર રૂતુનો અનુભવ થઇ રહ્યો છે.

જુનાગઢ

જુનાગઢઃ માવઠાથી માણાવદરમાં ૪ હજાર અને કેશોદમાં બે હજાર ગુણી મગફળી પલળી ગઇ હતી.

કુદરતી આફતથી ખેડુતો હેરાન પરેશાન થઇ ગયા છે સોરઠમાં આજે પણ સવારથી વાદળમય વાતાવરણ છે.

મંગળવારે બપોર બાદ ભરશિયાળે હવામાનમાં પલ્ટો આવતો સમી સાંજે માણાવદર વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે પુરવઠા નિગમ ખાતે ખુલ્લામાં પડેલી ૪૦૦૦ ગુણી મગફળી પલળી ગઇ હતી.

માણાવદર ઉપરાંત પાજોદ,આંબલી, બાંટવા,નાનડીયા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેન મચાવ્યો હતો.

માણાવદરમા પુરવઠા નિગમે આજે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રાખવાનું જાહેર કર્યુ છે.

માણાવદરની માફક કેશોદ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડયો હતો આજ પ્રમાણે માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબકયો હતો. કેશોદમાં વરસાદને લઇ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલ બે હજાર ગુણી મગફળી પલળી જવા પામી હતી.

હજુ આકાશી આફતનાં એધાણ હોય ખેડુતો ચિંતીત બન્યા છે.

દરમ્યાનમાં આજે સવારથી  વાદળમય વાતાવરણ છે આકાશમાં વાદળાની સાથે સવારે ધુમ્મસ પણ છવાય ગયુ હતું. જુનાગઢમાં સવારનું તાપમાન ૨૦.૯ ડિગ્રી રહેતા ઠંડી નહિવત થઇ ગઇ છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ ત્રણ કિમીની રહી હતી.

માણાવદર

માણાવદરઃ માણાવદર પંથકમાં અત્યારે પોણા સાત વાગ્યે ૬-૪૫ કલાક પહેલા ફુકાયેલા પવન સાથે થોડીવાર બાદ પથંકમાં માણાવદર શહેર ત્થા નજીકના અમુક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે વરસાદ થી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યો તો જીનીંગ ઉદ્યોગમાં કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં જીનીંગ માટે પડેલ હોય પલળતા દોડધામ મચી જવા પામી છે સાથે કપાસીયા તેમજ કપાસીયા ખોળ ઘણી જગ્યાએ પડેલ હોય ત્યાં પલળી ગયો તો ઘણા ખેતરોમાં ચારો પડયો તો પલળ્યો જેને પાક ત્થા ચારો ઘરોમાં પડયો તે બચી જવા પામયા ઘણી જગ્યાએ પાણા પલળી ગયા છે મટીયાણા તરફ અડધાથી પોણો ઇચ વરસાદ પડીયાનુ સરપંચશ્રી રાજુભાઇ બોરખતરીયા એ જણાવ્યું છે તે તરફ ઘણા ખેતરોમાં પાકના પાલા (ઢગલા)નવો પાક લેવા ખેતરો ચોખ્ખા કરવા કહેલ છે જે પલળીયા છે તો વાતાવરણ ચોમાસુ હોય તેવુ થયું છે.

(11:58 am IST)