સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

લોધીકાના ચાંદલી ગામે કપાસના પાકમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવઃ ખેડુતો મુશ્કેલીમાં

 લોધીકા તા. ૪: લોધીકા સહીત ચાંદલી જેતાકુબા પીપરડી વગેરે ગામોમાં પ્રથમ કમોસમી વરસાદને લઇ નુકશાની ભોગવી રહેલ ખેડુતો માથે વધુ એક આફત રૂપી કપાસના ઉભા મોલમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ થતા ખેતરોમાં ઉભા કપાસનો નાશ કરવાની નોબત આવી છે.

આ અંગે કિશાનોની રજુઆત મુજબ ચાલુ સીઝનમાં અતિ ભારે વરસાદને ત્યારબાદ કમોસમી વરસાદ પડતા મગફળી, તલ, અડદ સહીતના પાકોમાં નુકશાની આવેલ અને હાલ કપાસના ઉભા મોલમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ શરૂ થતા ખેડુતો માથે પડયા ઉપર પાટુ જેવીસ્થિતી સર્જાયેલ છે. અને ખેડુતો ઉભા કપાસના મોલનો નાશ કરી રહેલ છે. અગાઉના પાકોમાં નુકશાની આવેલ હોય તથા મોઘા મુલના દવા-બિયારણ-ખાતરનો ખર્ચ કરી બે છેડા માંડ ભેગા કરી રહેલ કિશાન હાલ દયનિય સ્થિતિમાં આવી ગયેલ છે. ત્યારે તુરત સર્વે કરી સહાય ચુકવવા ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા, ગોવિંદભાઇ વસોયા, બાબુભાઇ રામાણી, જયરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ પીપળીયા, કમાભાઇ નલવાયા વિગેરે કિશાનોએ રજુઆત કરેલ છ.ે

(11:56 am IST)