સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ગોંડલમાં રેડીમેઇડ હોલસેલર વેપારીઓનું એશોસીએશન

ગોંડલ, તા. ૪ : શહેરમાં રેડીમેઇડ ગારમેન્ટ હોલસેલર વેપારીઓ દ્વારા કોલેજીયન મોલ ખાતે એક મીટીંગ યોજવામાં આવેલ જેમાં ગોંડલ હોલસેલ રેડીમેઇડ એસોસીએશનની રચના કરવામાં આવેલ છે. આ મીટીંગમાં સર્વાનુમતે કોલેજીયન મોલના માલિક સલીમભાઇ શેખાણી (એસ.ટી.) પ્રમુખ પદે અને ઓફીસર ચોઇસના માલિક આસીફભાઇ મુસાણીને ઉપપ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવેલ છે.

૬૩ વેપારીઓના આ એસોસીએશનમાં પ્રિન્સ જીન્સ : યાસીનભાઇ જીનાણી, બાપા ગેલેરીઃ ઇમરાનભાઇ ટીકડ, પ્લાઝા જીન્સ : આશીભાઇ ગાજીયાણી, ખાનાણી ગારમેન્ટ : હફીઝભાઇ ખાનાણી, મીસ્બાહ જીન્સ : યુસુફભાઇ નુરસુમાર, જીન્સ વર્લ્ડ : મુસ્તફાભાઇ ગાજીયાણી, ભારત જીન્સ : ફરીદભાઇ શેખા, પેરીસ ક્રિએશન : અનીશભાઇ તબાણી, મિલ્લત ક્રિએશન : અશરફભાઇ ખટ્ટાને નિમણૂંક કરવામાં આવેલ છે.

(11:54 am IST)