સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

કચ્છમાં આયોજીત રાજયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગરની ટીમને ર મેડલ

ભાવનગર તા.૪ : રાજયના રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભની રાજયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું કચ્છ ખાતે આયોજન કરાયુ હતુ જેમાં ગ્રામ્યની બંને ટીમના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી અબવ ભાઇઓમાં ગોલ્ડ અને અન્ડર ૧૭ ભાઇઓની હેન્ડબોલની સ્પર્ધામાં સિલ્વર મેળવ્યો હતો. આ સ્પર્ધામાં મહેસાણાની ટીમે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો.

૩ દિવસ ખેલ મહાકુંભની રાજયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઝોન કક્ષાએ પહેલા અને બીજા ક્રમ મેળવેલ ટીમો એ ભાગ લીધો હતો. અબવ ભાઇઓમાં ભાવનગર શહેર ભાવનગર ગ્રામ્ય સહિત ૮ ટીમે ભાગ લીધો. આ સ્પર્ધામાં જીતવા ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી. અબવ ભાઇઓની ફાઇનલ ભાવનગર ગ્રામ્યની ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી રપ-૨૩ના સ્કોરથી વિજય મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કયો જયારે મહેસાણાની ટીમને સિલ્વર મેડલ મળ્યો હતો. આ સ્પર્ધાની સેમી ફાઇનલ મેચમાં ભાવનગર સીટીની ટીમનો ભાવનગર ગ્રામ્ય સામે પરાજય થયો હતો. ભાવનગર સીટીની ટીમ ચોથાક્રમે રહી હતી.

હેન્ડબોલ સ્પર્ધામાં અન્ડર ૧૭ ભાઇઓના વિભાગમાં ભાવનગર સહિત જૂદા જૂદા જિલ્લાની ૮ ટીમોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની ટીમ ફાઇનલમાં પહોચી હતી. ફાઇનલ જીતવા મહેસાણા અને ભાવનગર ગ્રામ્યની ટીમ વચ્ચે ભારે રસાકસી જામી હતી પરંતુ મેચના અંતે ૧૧-૯ના સ્કોરથી મહેણાસાની ટીમનો વિજય થયો હતો. મહેસાણાની ટીમને ગોલ્ડ અને ભાવનગર ગ્રામ્યની ટીમે સિલ્વર મેળવ્યો હતો. ભાવનગર ગ્રામ્યની બંને ટીમને મેડલ મળતા ખેલાડીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી. વિજેતા ખેલાડીઓને સીનીયર ખેલાડી જયરાજસિંહ ગોહિલ, આસીફભાઇ, ઇમરાન પઠાણ સહિતના સભ્યોએ બિરદાવ્યા હતા.

(11:53 am IST)