સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

૪૮ કલાકમાં ૩, એક મહિનામાં ૨૪ દુષ્કર્મની ઘટના : લલીત વસોયા કાળજાળ

 ઉપલેટા તા.૪ : ધોરાજી ઉપલેટાના લડાયક યુવા ખેડૂત આગેવાન અને ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ભારે રોષ અને આક્રોશની લાગણી સાથે જણાવેલ છે કે બળાત્કારીઓને બે દિવસમાં જ ફાંસી આપવાના બણગા ફુકતા કયા છે ચોકીદાર કોઇ તો જગાડો.

આજે નિર્દોષ છોકરીઓની છેડતી બળાત્કારના બનાવો ચિંતાજનક વધારો થવા પામ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે રોષનું વાતાવરણ છે છેલ્લા અડતાલીસ કલાકમાં ૩ અને એક મહીનામાં ૨૪ જેટલા બળાત્કાર અને દુષ્કર્મના બનાવોથી હાહાકાર ફેલાયો છે. દિકરીઓના વાલીઓમાં ભય ચિંતા અને ડરનો માહોલ ઉભો થયો છે દેશ આખો અસલામતી અનુભવી રહ્યો છે. બહેન દિકરીઓ સલામત નથી આવા ગંભીર સમયે આપણો ચોકીદાર હવામાં ઉડયા ઉડ કરે છે.

અંતમાં તેમણે જણાવેલ છે કે દેશમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે. દુષ્કર્મ આચરનાર ગુંડાઓને કાયદાની બીક નથી આવી વરવી સ્થિતિમાં ચોકીદાર કાયદો વ્યવસ્થાની ચિંતા કરવાને બદલે ઠાલા વચનોની લ્હાણી આપે છે. ભલે તમે રામ મંદિર બનાવો તેમા કોઇ વાંધો નથી પણ જયા સુધી આ દેશની સીતાઓ સલામત ન હોય ત્યારે રામ મંદિરનો કોઇ અર્થ નથી તેવુ અંતમાંજણાવેલ છે

(11:53 am IST)