સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

મીઠાપુર નજીક શિક્ષિકા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં ડાડુભા અને ધીરૂભા કેર સામે ગુન્હો

 મીઠાપુર તા.૪ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળ તાલુકાનીએક શાંત વિસ્તાર તરીકે ગણતરી થતી હોય છે ત્યારે ગઇ કાલે એક શિક્ષિકા સાથે દુષ્કર્મનો પ્રયાસ તેવી હિચકારી ઘટના ઘટતા પ્રજામાં ચિંતા અને રોષની મિશ્ર લાગણી ઉભરી આવે છ.ે

આ ઘટનાની વિસ્તૃત માહિતીમાં મીઠાપુર પોલીસ સુત્રાના જણાવ્યા પ્રમાણે મીઠાપુર પાસે આવેલા હમુસર વાડી શાળા પાસે એક મહિલા શિક્ષિકા સાથે બે અજાણ્યા શખ્સો દ્વારા બાઇકમાં બેસાડી ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ કરવાનો પ્રયાસ સાંજના સમયે કરવામાં આવ્યો હતો. આમ અચાનક જ આવા થયેલા હુમલાથી શિક્ષિકા ગભરાઇ ગઇ હતી.

પરંતુ તેણીની બુમો સાંભળી ઘટના સ્થળે એક વ્યકિત આવી જતા અચાનક જ આવા થયેલા હુમલાથી શિક્ષિકા ગભરાઇ ગઇ હતી.

પરંતુ તેણીની બુમો સાંભળી ઘટના સ્થળે એક વ્યીકત આવી જતા શિક્ષિકાનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમં લઇ ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહિલા શિક્ષિકાની ફરીયાદના આધારે પોલીસે એટ્રોસીટી સહિત વિવિધ કલમો હેઠળ ગૂન્હો નોંધી ડાડુભા માનસીભા કેર રે.શામળાશર ઉ.૩પ અને ધીરૂભા મૈયાભા ડેર રે. શાળાશર ઉ.૩૦ સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છ.ે હજી તાજેતરમાં જ હૈદરાબાદમાં બનેલા હિસંક બળાત્કારના બનાવ તથા રાજકોટમાં ઘટેલા આવાજ કિસ્સાઓના પડઘા શમ્યા નથી.

ત્યાં ઓખામંડળ જેવા શાંત વિસ્તારમાં આવા દુષ્કર્મના પ્રયાસને લીધે લોકો પ્રશાશન પર પણ સવાલો ઉઠાવી રહ્યા છ.ે મહિલાઓના બચાવ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છેતેમ છતા પણ આવા કિસ્સાઓ રોજબરોજ વધી રહ્યા છ.ે સરકાર આવા બનાવો અટકાવે તે જરૂરી છ.ે

(11:52 am IST)