સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ટંકારા : લીંબડીમાં ગુજરાતી કંસારા જ્ઞાતિનો ૨૯મો સમુહલગ્નોત્સવ બીજો પરિચય મેળો

 ટંકારા તા.૪ : શ્રી ગુજરાતી કંસારા જ્ઞાતિના ૨૯મા સમુહલગ્ન અને દ્વિતીય પરિચય મેળો સમારોહ તા.૮ ને રવિવારે લીંબડી મુકામે યોજાશે. પ્રમુખ શાંતીભાઇ કંસારા ઉપપ્રમુખ વિનેશચંદભાઇ ખાખી, ખજાનચી કિરણભાઇ દંગી તથા કિરીટભાઇ વૈષ્ણવ દ્વારા સમુહલગ્નનું તથા પરિચયમેળાનું આયોજન કરેલ છે.

સમુહલગ્નમાં છ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશે. નવ યુગલોનો હસ્તમેળાપ સવારે ૧૦ કલાકે યોજાશે. નવદંપતીનો સત્કાર સમારંભ યોજાશે.

ગુજરાતી કંસારા જ્ઞાતિનો પ્રથમ પરિચય મેળો વઢવાણ યોજાશે. આ બીજો મેળો લીંબડી ખાતે સરસ્વતી સંકુલે યોજાશે.

પરિચય મેળા માટેના ઉમેદવારોની માહિતી પુસ્તીકાનું વિમોચન ચીમનલાલ ખાખીના હસ્તે કરાશે. આ સમુહલગ્ન ટ્રસ્ટના સ્થાપક ચીમનલાલ પ્રાગજીભાઇ ખાખીના પ્રમુખસ્થાને યોજાશે. અતિથિ વિશેષ તરીકે બકુલભાઇ ચીમનલાલ ખાખી, ભાઇલાલભાઇ દંગી, હસમુખભાઇ ગોરખીયા, હરેશભાઇ કંસારા તેમજ કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાના પ્રમુખ મણીભાઇ કંસારા, સમસ્ત કંસારા સમાજના મંત્રી, સુજલભાઇ કંસારા, સેવા ટ્રસ્ટના પ્રમુખ કનુભાઇ કંસારા, ગુજરાતી કંસારા જ્ઞાતિ પ્રમુખ હિંમતભાઇ દંગી, ગોહિલવાડ યુવક મંડળના પ્રમુખ ભાવેશભાઇ માવાણી તથા વિદ્યોતેજક સંસ્થાના પ્રમુખ વસંતભાઇ કંસારા ઉપસ્થિત રહેશે.

ટંકારાના અખબારી એજન્ટ બુધ્ધદેવ પોપટલાલ કંસારા પરિવાર દ્વારા કન્યાઓને પાનેતર બ્લાઉઝ તથા મામટ અપાશે. ૬૫ દાતાઓ દ્વારા કન્યાઓને કરિયાવરમાં વસ્તુઓ ભેટ અપાશે. સત્કાર સમારંભમાં મંત્રી ગુણવંતભાઇ ખાખી તથા ટ્રસ્ટીઓ દ્વારા નવદંપતી તથા દાતાઓનું સન્માન કરાશે.

(11:50 am IST)