સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધોરાજી વોર્ડ નંબર ૮ની મહિલાઓનો રોડ રસ્તા અને સફાઇના પ્રશ્ને નગરપાલિકામાં હંગામોઃ

ધોરાજીના વોર્ડ નંબર ૮ માં આવેલ પીપરવાડી વિસ્તારમાં રોડ રસ્તા અને સફાઈ પરત્વે દુર્લક્ષ સેવાતું હોવાની મહિલાઓની અનેક વખત ફરિયાદો ઉઠતી રહી હતી.આજે ફરી પીપરવાડી વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીમાં આવી પાલિકાના પટાંગણમાં પાલિકા અને ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ઘ સુત્રોચ્ચારો પોકારી કચેરી ખાતે પોતાની વ્યથા આક્રોશભેર વ્યકત કરી હતી. મહિલાઓએ જણાવેલકે પીપરવાડી વિસ્તારમાં રોડ રસ્તાના કામો લેવામાં આવ્યા નથી. તેમજ સફાઈ પરત્વે ધ્યાન આપતું નથી. આવી રજુઆત આક્રોશભેર કરતા મીડિયકર્મીઓ દ્વારા કવરેજ કરવાનું શરૂ કરતાં પાલિકાના પદાધિકારીઓ એ મીડિયાકર્મીઓ સાથે ગેર વર્તણુક કરી કવરેજ નહીં કરવા દેતા મીડિયાકર્મીઓ સાથે ચડભડ થવા પામી હતી. પીપરવાડી વિસ્તારમાં થોડા સમય પૂર્વે પણ પાલિકા અને ધારાસભ્ય વિરુદ્ઘના સૂત્રો સાથે બેનર લગાવવામાં આવ્યા હતા. આજે ફરી વોર્ડ નંબર ૮ ની મહિલાઓ એ પાલિકા ખાતે આવી પોતાના વિસ્તારના પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરી હતી.(તસવીરઃ કિશોર રાઠોડ)

(11:46 am IST)