સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિવૃતિ વિદાયમાન

ધોરાજી : સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા હિતેશભાઇ પારેખ અને હરીભાઇ રાબડીયા બંને કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત થતા ધોરાજી સ્ટાફ પરિવાર દ્વારા વિદાયમાન અપાયુ હતુ. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વસેટીયનએ બંને કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરેલ અને તેઓની સેવાઓને બિરદાવી હતી. ડો. જયેશ વસેટીયન, ડો.રાજ બેરા, ડો.ગરાણા, ડો.પાર્થ મેઘનાથી, ડો.કૃણાલ ઠેસીયા, ડો.અંજલી તરલેજા, ડો.જીજ્ઞાબેન કણજારીયા તેમજ મમતાબેન માવાણી, ગીરાબેન ગોસ્વામી સહિતનો સ્ટાફ હાજર રહી વિદાયમાન આપેલ હતુ તે તસ્વીર.

(11:45 am IST)