સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

માંગરોળમાં કમોસમી વરસાદ : બંદરે એક નંબરનું સિંગ્નલ: દરિયામાં કેટલી બોટ ? તંત્ર દ્વારા તપાસ

માળિયા હાટિનામાં પણ હળવો વરસાદ પડ્યો

 જૂનાગઢના માંગરોળમાં કમોસમી વરસાદ પડ્યો છે.માંગરોળના બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. માંગરોળ બંદરમાં અગિયારસો જેટલી બોટો આવેલી છે. જેમાંથી દરિયામાં કેટલી બોટ છે. તે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત માળિયા હાટિનામાં પણ હળવો વરસાદ પડ્યો હતો.

(12:07 pm IST)