સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

કેશોદમાં કમોસમી વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો

આશરે 2000 બોરી પલળી ગઈ : તાડપત્રી પણ ટૂંકી પડી

જૂનાગઢ : કમોસમી વરસાદને કારણે જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો હતો. કેશોદ માર્કેટયાર્ડમાં વરસાદના કારણે આશરે 2000 બોરી પલળી ગઈ હતી. મગફળી ઢાંકવા માટે લાવવામાં આવેલી તાડપત્રી પણ ટૂંકી પડી હતી. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હોવા છતાં કોઈ આગોતરું આયોજન ન કરવામાં આવતા મગફળીનો જથ્થો પલળી ગયો હતો.

(11:23 pm IST)