સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 11 ગામના ખેડૂતોએ પોક મુકી રડતા રડતા કલેક્ટર કચેરીએ પહોંચીને આપ્યું આવેદન

કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં મીઠાના અગર માટે કંપનીને જમીન નહીં ફાળવવા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 11 ગામના ખેડૂતોએ આજે પોક મુકીને રડ્યા અને રડતા રડતા તેઓ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું, દ્વારકાના ક્લ્યાણપુર અને ખંભાળિયા તાલુકા ખાતે મીઠાના અગર માટે કંપનીઓ સર્વે કરી રહી છે. તેવી માહિતી ખેડૂતોને મળી હતી . જેથી કોઈ પણ કંપનીને જમીન ફાળવવામાં ના આવે તેના માટે અનોખી રીતે રડતા રડતા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

 ખેડૂતોની માગ છે કે મીઠાના અગર માટે કોઈને જમીન ફાળવવામાં ન આવે. કારણકે જો કોઈ પણ કંપનીને જમીન ફાળવવામાં આવશેતો ખેડૂતોને વ્યાપક નુકશાન થઈ શકે છે.

(10:54 pm IST)