ઉપલેટામાં સદ્દભાવના સોની યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ સંપન્ન
ઉપલેટા તા. ર :.. શ્રી સદ્દભાવના સોની યુવક મંડળ દ્વારા પાંચમા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ જેમાં છ દંપતીઓએ પ્રભુતાના પગલા પાડયા હતાં. દરેક દંપતીને ૧૪૦ જેટલી વસ્તુઓ ભેટ સોગાદમાં આપવામાં આવેલ જેમાં હેમનું મંગલસુત્ર, હેમતી ચુક, હેમની બુટી, ચાંદીના સાંકળા, કબાટ, ડ્રેસીંગ ટેબલ, ગાદલા સેટ-૧, ખુરશી, ટીપોઇ વિગેરે વસ્તુઓ આપવામાં આવેલ. મુખ્ય યજમાન શ્રી રજનીકાંત દ્વારકાદાસ ધોળકીયા ભોજન સમારંભના દાતા શ્રી મુળજીભાઇ વલ્લભજીભાઇ માંડલીયા, રજનીકાંત જમનાદાસ ધોળકીયા, ભોજન સમારંભના દાતા શ્રી મુળજીભાઇ વલ્લભજીભાઇ માંડલીયા, રજનીકાંત જમનાદાસ ધોળકીયા, બાબુલાલ કાંતિલાલ ધોળકીયા, અમદાવાદ, હર્ષદભાઇ દ્વારકાદાસ ધોળકીયા, રમેશચંદ્ર વિનોદરાય પાટડીયા, જેન્તીભાઇ પોપટભાઇ પાટડીયા જસદણ, ભરતભાઇ શાંતિલાલ વઢવાણા -લંડન, આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ રણુભા જાડેજા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, કડવા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ નીતિનભાઇ અઘેરા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સદ્દભાવના સોની યુવક મંડળ સભ્યો, અશ્વિનભાઇ સેજપરા પ્રમુખ, હસુભાઇ રાજપરા પ્રોજેકટ ચેરમેન અશ્વિનભાઇ ધોળકીયા મંત્રી, પરેશભાઇ ઘેડીયા -ખજાનચી, આશીષઇભાઇ રાજપરા ઉપપ્રમુખ તથા કારોબારીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. (પ-૪)