સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th November 2019

ભેસાણના વિશળ હડમતીયાની યુવતિને ઉઠાવી જતાં શખ્સોનો પીછો કરતા પિતાને ધમકી

જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને નાસી ગયા

જુનાગઢ તા.૪: ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામે રહેતા એક પરિવારની ૨૦ વર્ષીય પુુત્રીને મેદપરાને રજાક કાળુ શમા અને જૂનાગઢનો સિંકદર સલીમ સોઢા નામના શખ્સો મોટર સાયકલમાં બેસાડીને ઉઠાવી ગયા હતા.

પરંતુ યુવતિના પિતાએ પીછો કરતા બંને શખ્સોએ તેમને પાટુ મારી પછાડી દઇ અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.

બાદમાં આ શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાસી ગયા હોવાની ફરિયાદ ભેસાણ પોલીસમાં થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)