સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

આપણુ જુનાગઢ કેવુ જુનાગઢ ? પ્લાસ્ટીક મુકત જુનાગઢઃ જી.એમ.ઇ.આર. એસ. મેડીકલ કોલેજ દ્વારા મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતિ નિમિત્તે રેલી

જુનાગઢ, તા. ૪ :  મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવેલ આહવાન અંતર્ગત જીએમઇઆરએસ મેડીકલ કોલેજ જૂનાગઢ ખાતે ડીન ડો. એસ.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ તથા કમ્યુનીટી મેડીસીન વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં મેડીકલ સ્ટુડન્ટસ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક  નો ઉપયોગ અટકાવવા માટે તથા પ્લાસ્ટીકથી થતા પ્રદુષદ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલીમાં મેડીકલ સ્ટુડન્ટસ મોટી સંખ્યામાં જોડાયા હતા. તથા ઉત્સાહપુર્વક સ્લોગન બોલાવી લોકોમાં પ્લાસ્ટીકના વપરાશને અટકાવવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

(૧) એક દો તીન ચાર, અબકી બાર પ્લાસ્ટીક પે વાર, (૨) એક દો એક દો પ્લાસ્ટીક કો ફેંક દો. (૩) સૌ કોઇ  બેન ભાઇ , પ્લાસ્ટીકને કરી દો બાય બાય. (૪) પર્યાવરણને પ્રદુષિત કરે કોણ? પ્લાસ્ટીક પ્લાસ્ટીક પ્લાસ્ટીક.(૫) અમારો છે એક જ નારો પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળો. (૬) નદી સમુદ્રને પ્રદુષિત કરે કોણ ? પ્લાસ્ટીક પ્લાસ્ટીક પ્લાસ્ટીક. (૭) આપણુ જૂનાગઢ કેવુ જૂનાગઢ? પ્લાસ્ટીક મુકત જુનાગઢ. (૮) આપણુ કેમ્પસ કેવુ કેમ્પસ ? સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત કેમ્પસ.

સહિતના સુત્રોચ્ચાર કર્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(1:12 pm IST)