સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

સાવરકુંડલાઃ ૬.૩૩ કરોડ પડાવી લેવા કાવતરૂ રચતા ૭ સામે પોલીસ ફરિયાદ

સાવરકુંડલા તા. ૪ :.. રાજૂલામાં રૂ. ૬.૩૩ કરોડ પડાવી લેવા માટે રચેલા કાવતરામાં વિડીયોકોન પ્રાઇવેટ લીમીટેડ અને પીપાવાવ એનર્જીના ડીરેકટરો, બેન્ક મેનેજર સહિત ૭ સામે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજુલા નજીક આવેલ દરિયાકાંઠા વિસ્તારમાં પાવર પ્લાંટ નાખવા માટે 'વિડીયોકોન' પ્રા. લી. એ વર્ષો પહેલા રાજૂલા તાલુકાના ભેરાઇ -ભચાદર તેમજ ઉમૈયા મુકામે જમીનો ખરીદ કરેલ.

અને આ જમીનો ખરીદ કરવા માટે કંપનીએ દશરથભાઇ વિરજીભાઇ પટેલને એજન્ટ તરીકે રાખેલ... અને જે તે વખતે કંપનીએ એજન્ટ દશરથ પટેલ પાસેથી સિકયોરીટી પેટે કોરા ચેક નંગ-૬ લીધા હતાં.

ત્યારબાદ કોઇ અકળકારણોસર વિડીયોકોન કંપની એ આ વિસ્તારમાં નાખવાનો પાવર પ્લાંટ વર્ષો પછી પણ નહી શરૂ કરી એજન્ટ દશરથભાઇ પટેલને ચુકવવાની રકમ રૂપિયા બે કરોડ ઉપરાંતની રકમ ઓળવી જવાના ઇરાદે.

એજન્ટ દશરથ પટેલે આપેલ સિકયુરીટી ચેક અમદાવાદની બેંકમાં નાખ્યા વગર ખોટો સિકકો મારી ચેક રીટર્ન થયો છે. તેવો ઇન્ટયુમેન્ટ એકટની કલમ મુજબ કેસ કરી વર્ષો સુધી અમદાવાદની કોર્ટેમાં ધકકા ખવડાવી માનસીક અને આર્થિક ત્રાસ આપેલ.

જે કેસ અંગેની રીવીઝન અરજી થતા સમગ્ર બાબતે અને મામલે 'વિડીયો કોન' પ્રા. લી. કંપનીએ ખોટુ કર્યુ છે. તેવુ નામદાર અદાલતના ધ્યાને આવતા વીડીયોકોન પ્રા. લી.ના ડીરે. વતી મેનેજર અનિલકુમાર મોઢાણી તથા વી. એન. ધૂત બ્રાંચ મેનેજર એસબીઆઇ તથા હિતેન્દ્ર એમ. સોલંકી વીડીયોકોન સહિત સાત આરોપીઓ વિરૂધ્ધ ગુનો રાજૂલા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા ઉદ્યોગ ક્ષેત્રે મચી ગઇ ચકચાર.

(1:10 pm IST)