સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

છેવાડાના માણસને નિઃશુલ્ક સારવાર મળે તેની માટે સરકાર ચિંતીતઃ વિજયભાઇ

હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર લેવામા સંકોચ થતો હોય તો એડવાન્સમાં દાન આપી દેનારાને માંદગી નહી આવેઃ પૂ.મોરારીબાપુ

શ્રીરામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ૧૦૦ ટકા નિશુલ્ક હોસ્પીટલનું રાજુલા ખાતે ધારાસભ્ય અંબરીશ ડેર તથા દાતાઓના સહયોગથી ભેરાઇ રોડ પર નિર્માણ થઇ રહ્યુ છે જેનુ કાલે પુ.મોરારીબાપુના હસ્તે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ખાતમર્હુત સમારોહ યોજાયો હતો. જેમાં પુ.મોરારીબાપુ તેમજ વિજયભાઇ રૂપાણી, નાયબ મુ.મંત્રી નિતીનભાઇ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, કોંગ્રેસના ધારાસભ્ય - વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, અંબરીશભાઇ ડેર, અર્જુનભાઇ મોઢવાડીયા, પુંજાભાઇ વંશ  તેમજ જુનાગઢ. ગિરનાર મંડળના સંતો પુ.ઇન્દ્રભારતીબાપુ, શેરનાથબાપુ, ગોવિંદબાપુ,કનીરામબાપુ, માયાભાઇ આહિર, સાંસદ પુનમબેન માડમ સહિતનાની ઉપસ્થિતીમાં આ ખાતમુર્હત સમારોહ યોજાયો હતો  આગામી બે વર્ષમાં આ હોસ્પીટલ કાર્યરત થનાર છે ઉપરોકત તસ્વીરમાં શાસ્ત્રોકત વિધી સાથે હોસ્પીટલનુ ખાતમર્હુત કરતા પુ મોરારીબાપુ, વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો નજરે પડે છે. (તસ્વીરઃ શિવકુમાર રાજગોર-રાજુલા)

રાજુલા તા.૪: રાજુલામાં ભેરાઇ રોડ ઉપર નવી બની રહેલી આધુનિક આરોગ્યસેવા ધરાવતી મહાત્માગાંધી આરોગ્ય મંદિરની ખાતમુર્હુતની વિધી વિશ્વ વંદનિય સંત પ.પૂ. મોરારિબાપુના હસ્તે કરવામાં આવી હતી યોજાયેલા મહાત્માગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત હતા જે જગાએ આરોગ્ય મંદિરનું નિર્માણ થવાનુ છે તે સ્થળેથી ખાતમુર્હતવિધિ સંપન્ન થયા બાદ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે સમારંભનું આયોજન કરાયું હતું ત્યાં પૂ.મોરારિબાપુ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સહિતનો મોટો મસ કાફલો માકેટીંગ યાર્ડ ખાતે પહોંચ્યો હતો. ત્યાં રાજુલા જાફરાબાદ ખાંભા શહેર તાલુકામાંથી ઉપસ્થિત રહેલી છ હજારથી વધુ જનમેદનીનું સ્વાગત અહિં બની રહેલા આરોગ્ય મંદિરના સ્વપ્ન દસ્ટ્રા યુવા ધારાસભ્ય અંબરીષડેરે કર્યુ હતું.

અંબરીષ ડેરે કહ્યું કે આજે અમે અહિં જે મહાત્માગાંધી આરોગ્ય મંદિરનું નિર્માણ કરવા જઇ રહ્યા છીએ તે પૂ.બાપુના વિચાર-પ્રેરણા અને આર્શીવાદથી અમે આજે આ શુભ કાર્યકર્યુ છે. મહાત્માગાંધી આરોગ્ય મંદિરના ટ્રસ્ટીઓના આમંત્રણને માન આપી અહિં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી સંતો-મહંતો, રાજયના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રી, સાસંદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ વિવિધ સંસ્થાઓના મહાનુભાવો અને રાજુલા,જાફરાબાદ,ખાંભા શહેર-તાલુકામાંથી અહિ આજે ઉપસ્થિત રહેલા અઢારેય વરણના લોકો, લોક પ્રતિનિધિઓનો આભાર માનુ છું. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના ટ્રસ્ટી જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હરેશ મહેતાએ પોતાના પ્રવચનમાં નવા બની રહેલા આરોગ્ય મંદિર વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે ૬૦ થી ૮૦ હજાર ફુટનું બિલ્ડીંગ બનશે અને ૨૦૨૧ ફેબ્રુઆરીમાં શરૂ કરવાની અમારી નિયત છે.

પૂ.બાપુનું કહેવુ છે કે મફતમાં વેઠ ન  ઉતારવી એટલે અહિં તબીબો ક્ષેત્રની સારામાં સારી સેવા આપવી છે આ શુભ કાર્યમાં પૂ.બાપુના આર્શીવાદ છે. મુંબઇના શ્રેષ્ઠીઓ સ્થાનિક કંપનીઓ પણ આમા સહયોગ આપવાની છે એટલે આ કાર્ય ઝડપભેર પૂર્ણ થશે અને સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અહિં સેવાઓ આપશે.

રાજુલાના પૂર્વ નગર શેઠ અગે મુંબઇ સ્થિત ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રેષ્ઠી અહિં બનનારા આરોગ્ય મંદિરના મુખ્યદાતા કે જેમણે આરોગ્ય મંદિરના ખાતમુર્હુત થી જ રૂપિયા બે કરોડનું દાન જાહેર કર્યુ છે તેવા ૭૦ વર્ષિય અનિલભાઇ મહેતાની તબીયત તાદુરસ્ત હોવા છતા આજના આ પ્રસંગે પોતાનો રાજીપોવ્યકત કરવા ઉપસ્થિત રહેલા મહાત્માગાંધી આરોગ્ય મંદિરનિશુલ્ક રાજુલના મોટા ગજાના દાતાશ્રી અને ટ્રસ્ટી અનિલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે ઇશ્વરે મને આ કાર્યમાં સહભાગી થવાની તક આપી છે હવે પછીની જવાબદારી હું અજયને સોપુ છુ અનિલભાઇને ઉપસ્થિત  જનમેદની એ તાલીઓના ગડગડાટથી વધાવ્યા હતા. આ આરોગ્ય મંદિરના યુવા ટ્રસ્ટી અને અનિલભાઇના પુત્ર પ્રાસંગીક પોતાના અજયે પ્રવચનમાં જણાવ્યું હતું કે મારો જન્મ રાજુલા થયો શિક્ષણ પણ લીધું પછી હું મુંબઇ સ્થાપી થયો માતૃભૂમિ માટે બનતી સેવા કરવી જ જોઇએ જેથી આત્મ સંતોષ થાય સ્થાનિક કક્ષાએ આરોગ્યલક્ષી સેવાઓ પુરતા પ્રમાણમાં ન  હતી આવી સ્થિતીમાં એક હોસ્પિટલના નિર્માણ કર્યુ તેનો આનંદ છે. આ જીવન હું તેમની સાથે છુ સરકાર તરફથી પણ સહાય મળશે તેવો વિશ્વાસ છે માનવ સેવા એજ પ્રભુ સેવા લોકોની તકલીફો દુર કરીએ જેથી એના ચહેરા ઉપર આનંદ આવે તેજ હેતુ રહ્યો છે. મહાત્મા આરોગ્ય કેન્દ્ર રાજુલાના ટ્રસ્ટી અને પૂર્વ રાજયના ચીફ સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ રાજુલા પોતાનુ જન્મ સ્થળ હોવાનો આનંદ વ્યકત કરતા કહ્યુ હતું કે ૧૯૬૧માં રાજુલા છોડયુ આજે ૫૮ વર્ષ થયા આ મારી જન્મભૂમિ છે અહિ વિકાસની ગતિ ઓછી રહી છે અહિં અનિલભાઇએ સહયોગ આપ્યો મુંબઇ સ્થિત સૌની મદદ લઇશું સાવરકુંડલામાં છે તેવુજ આરોગ્ય મંદિર અહિં કાર્યરત થશે. સમય મર્યાદાના કારણે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ભા.જ.પ.ના અધ્યક્ષ જીતુ વાઘાણી, કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ પોતાની સ્પીચ આપવાનું ટાળ્યુ હતું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇના ગુણગાન ગાતા કહ્યું હતું કે વિજયભાઇ સંવેદનશીલ છે રાજયના કોઇપણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં તેઓ હમેશા તત્પર હોય છે રાજય સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે મફતમાં સારવાર મળે તે માટે અનેક યોજના લાવી છે રાજયભરમાંથી જરૂરીયાતમંદો તેમનો લાભ પણ લે છે. તેમણે જાણીતા દાનવીર દીપચંદ ગાર્ડીને પણ યાદ કર્યા હતાં. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો પણ તેઓ એ ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજયભરમાં ચાલતી સરકારી હોસ્પિટલોમાં અપાતી સેવાઓની આંકડાકીય માહિતી સાથે વિસ્તૃત માહિતી આપી હતી.

કેબીનેટની બેઠક મળવાની હોવા છતાં સમયમાં ફેરફાર કરી અહીં પ્રમુખસ્થાને ઉપસ્થિત રહેલા સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂ. બાપુ, દિલીપદાસબાપુ (અમદાવાદ) સહિતના સંતોને વંદના કરી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિશુલ્કના ભ્રાતા તરીકેની જવાબદારી નિભાવી રહેલા અનિલભાઇ મહેતા, અંબરીષ ડેર, સહિતનાઓને સરકાર વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવતા વિજયભાઇએ કહ્યું હતું કે રાજય સરકારની અમારી લાગણી છે કે રાજયભરના ગરીબ છેવાડાના માણસને નિઃશુલ્ક સારવાર મળે તેની ચિંતા સરકાર કરી રહી છે. મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના, સીએમસી., પીએસપીમાં પણ દવા ફ્રીમાં અપાય છે. સીવીલ ઉપરનો લોડ ઘટાડવા માગીએ છીએ અને એટલા માટે સાવરકુંડલાની લલ્લુભાઇ શેઠ હોસ્પિટલ જોઇ ત્યારે મને ખ્યાલ આવ્યો કે સરકારનું કામ આ સંસ્થાઓ કરે છે ત્યારે સરકારે તેમની પડખે ઉભુ રહેવું જોઇએ. મફત સારવાર કરનારી સંસ્થાઓમાં ૧૦૦ બેડ હોય તમામ નિષ્ણાંત ડોકટરો હોય લેબ, લેબોરેટરી હોય પૂરી પારદર્શકતા સાથે અને નોન ગ્રાન્ટેન્ટ સંસ્થાઓ આવી સેવાઓ કરતી હોય તો તેમને ૧I-૧I કરોડ રૂપિયા જેવી રકમ સંસ્થાઓને આપવાનું નક્કી કર્યું છે. રાજયના છેવાડાના માનવીને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય એટલા માટે મેડીકલ કોલેજનો વ્યાપ વધાર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ નિર્ણય લીધો છે કે એકપણ જિલ્લો મેડીકલ કોલેજથી વંચિત ન રહે હવે આપણા રાજયમાં પણ જિલ્લા મથકોએ આવું કાર્ય કરીશું. તેમણે દાનવીરોએ મૂકેલા ભરોસાને સાર્થક કરવા આહવાન કર્યું હતું જેથી તેનો ભરોસો વધે તે તો વિચાર સાર્થક થાય. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપણે શ્રદ્ધાળુઓ છીએ, માનવસેવાનો અવસર ચૂકવો નહિ, નહિંતર ઉપર જઇએ ત્યારે ગેગેફેફે શું શુંં કરવું પડે નહિ.

વિશ્વવંદનીય સંત પૂ. મોરારીબાપુએ આજથી એક વર્ષ એક મહીના પહેલા અહીં બનનારા  આરોગ્ય ધામનું નામ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર આપ્યું હતુ. આજે તેમના વરદ હસ્તે ખાતમુર્હત વીધી સમ્પન્ન થઇ હતી. આજના દિવસે પૂ. મોરારીબાપુ ખૂબજ પ્રસન્નતાભર્યા મૂડમાં હતાં. તેમણે આશિર્વચન પાઠવતા કહ્યું હતું કે વિશ્વવંદનીય પૂ. મહાત્મા ગાંધી અને વિશ્વવંદનીય ઉર્જાવાળા કસ્તુરબા એમની પારાશ્ચકતાથી આપણો આખો દેશ ઉજવે છે. વિશ્વ પણ ઉજવે છે. હું તેનો સાક્ષી છું. અને મહાન વ્યકિતઓના વિચારોનો પ્રચાર પ્રસાર થવો જ જોઇએ. વિશ્વવંદનીય ગાંધી બાપુ, કસ્તુરબા, જયા નાના પુત્ર દેવદાસજી સાથે નિવાસ કરતા એ હરિજન આશ્રમ-હરિજન સેવક સંઘ અને વિનોબા ભાવેની પુણ્ય સ્મૃતિમાં ચાલતી રામકથા પૂરી કરી બીજી ઓકટોબરે રાજકોટ ખાતે યોજાતા 'ફૂલછાબ'ના કાર્યક્રમમાં હાજરી આપી હવે ૩જી ઓકટોમ્બરે શું થવું જોઇએ જે થવું જોઇએ તે કાર્ય રાજુલામાં થઇ રહ્યું છે. મહાન વ્યકિતઓના ઉત્સવો તો આપણે ઉજવીએ છીએ અને ઉજવવા જોઇએ. રાજુલામાં પૂ. મહાત્મા ગાંધીના નામે એક આધુનિક આરોગ્ય કેન્દ્ર ઉભુ થનાર છે તેનો મને આનંદ છે. અહીં પૂ. દિલીપદાસજી મહારાજ શ્રી જગન્નાથ મંદિર અમદાવાદ, શ્રી ઇન્દ્રભારતી બાપુ કે જનોે રોટલો મોટો છે તે કોઇને પૂછતા નથી કે તું કોણ છો બધાને જમાડે છે. દેવીદાસબાપુ કે જેની નસેનસમાં રાષ્ટ્રભકિત છે. શ્રી નિર્મળાબા શ્રી જીણારામ બાપુ, શેરનાથ બાપુ ગિરનારી દેવદાસ બાપુ શિહોર , રાજેન્દ્રબાપુ રામપરા સહિતના અનેક સંતો મહંતોની આજના આ શુભ દિને ઉપસ્થિતિ છે. અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આજે કેબીનેટની બેઠક હોવા છતાં સમયમાં ફેરફાર કરી અહીં પધાર્યા છે તેનો મને આનંદ છે. પક્ષાપક્ષી છોડીને આવા કામો થશે. તો સમાજ ખૂબજ રાજી થશે. નીતિનભાઇ આવકાર્ય છે. અહીંના આરોગ્ય ધામ માટે અનિલભાઇએ બે કરોડ આપ્યા તેને અભિનંદન આપું છું. અહીં માયાભાઇ છે  જવાહર તો હોય  જ અહીં બધી સદ્પ્રવૃતિ કેન્દ્રમાં એક યુવાન ઉભો છે. અંબરીષ ડેર તે કઇ પાર્ટીમાં છે તેની મને ખબર નથી મને અંબરીષ ડેરમાં ઘણી સદ્ભાવના દેખાય છે. જો આ છોકરાને તક મળે તો તે ઘણું જ કરી શકે તેમ છે.

આ છોકરાને હું તલગાજરડાની દષ્ટિએ જોઇ રહ્યો છું અંબરીષ ડેરને તો આનંદ હશે પણ મને સવિશેષ આનંદ છે અહી જેઆવડુ મોટુ કાર્ય થઇ રહ્ય ુ છે. જોતા દર્શન કરવા તમે બધા આવ્યા છો તમને ખુબ ખુબ ધન્યવાદ, સાવરકુંડલા ખાતે લલ્લુભાઇ શેઠ આરોગ્ય ધામમાં  મહેશભાઇ નિઃશુલ્ હોસ્પીટલ ચલાવે છે. તેનો હું સાક્ષી છું દર્દીને દવા ભોજન પ્રસાદ આપે છે. અહિ પણ જેનુ નિર્માણ થઇ રહ્યું છે.

આ કાર્યક્રમ એક વિશેષ રૂપે નિર્મિત થશે બધી વસ્તુ નિઃશુલ્ક હોય તો તેનુ મુલ્ય નથી સમજાતુ અને છોડો તેને તંદુરસ્તી બાળ કે નહિ તે વિચારો હક્ક શ્રીરામચરણ ટ્રસ્ટ દ્વારા નિમાર્ણ થતી આ હોસ્પીટલમાં નિઃશુલ્ક સારવાર લેવામાં સંકોચ થતો હોય તો તેવો શું કરવું તેણે એડવાન્સમાં આપી દેવુ મારૂ માનવુ છે કે જે એડવાન્સમાં અહી આપશે તેના ઘર પરિવારમાં માંદગી નહી આવે, ભાઇ માયાએ જમીન આપી મુખ્યમંત્રી તેમના નિયમ પ્રમાણે આપશે અને જો ન આપે તો તમે મને મિસ્લ કોલ કરજો હું વિજયભાઇને કહીશ કે તમે મારી હાજરીમાં આપવાની વાત કરી હતી આ વિસ્તારના સાંસદ ગ્રાન્ટ આપે અંબરીષે તો કરવાનું જ છે જે અમે સાધુ પહેલા 'તાબડી' લઇને લોટ માગવા જતા ત્યારે પહેલા તાબડીમાં અમારા ઘરનો લોટ નાખી માગવા જતા એટલે તાબડી ઠપ કરાવી પડે એટલી ભરાઇ જતી મારી પાસે કથા સિવાય બીજુ કશુ છે નહી કથા મારૂ વટવૃક્ષ છે આજે પુ. બાપુના ચાલુ આર્શીવચન સમયે રાજુલાના તાલુકાના રામપરા  ગામે  વૃંદાવન આશ્રમ જે વર્ષોથી ચાલે છે તેનુંસંચાલન કરતા રાજેન્દ્રદાસબાપુએ પુ. બાપુને બોલતા ખચકાઇને તે પુછયું તમે એક કથા મને આપો પુ.બાપુએ તેમની વાત સાંભળી પ્રશ્ન પોતાના આર્શીવચન પાઠવવાનું શરૂ કરતા કહ્યું હતું કે મારો બાવો રાજેન્દ્રબાપુ કે જે રામપરા ગામે એક ભવ્ય મંદિર બનાવે છે. શિક્ષણ સંસ્થા ચલાવે છે અને આરોગ્ય લક્ષી કામગીરી પણ કરે છે. તેમણે મારી પાસે કથા માગી પણ મે હા નથી પાડી પણ રાજી જરૂર થયો છુ વિચાર છું કે શું કરૂ પછી પુ.બાપુએ કહ્યું હતું કે સમય તો અત્યારે નથી કહેતો પણ એક બેવર્ષમાં હું અહિ રામકથા કરીશ કથાનો યજમાનપણ મારો હશે તે નમક થી  મંદિરની ધજા સુધીનો ખર્ચ આપશે તમે સૌ કથાશ્રવણ કરજો પ્રસાદ લેજો અને પછી તમારો આત્મા કહે તે પ્રમાણે અહી અનુદાન આપજો જે અનુદાન આવશે તેમાં રામપરા આશ્રમ અને મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્રમાં અપાશે મારી પાસે કથાના યજમાનો તરસતા હોય કે એક કથા આપો હું સૌરાષ્ટ્રને મહત્વ આપુ છું સાવર કંુડલાની કથામાં લંડનનો પરિવાર આવ્યો હતો. મોરારીબાપુ કથા ગાશે તલગાજરડાના હનુમાનજીની પ્રસાદીરૂપે ૧ા લાખ રૂપિયા હું આપીશ અને કથા પણ તમારા એકપણ રૂપિયાના ખર્ચ વિના હું કરી આપીશ. તમે સૌ આ સેવાના કાર્યમાં યથા-શકિત યોગદાન કરજો અંબરીષતું ચિંતા કરતો નહિ બધુ જઇ જશે. આ તો થવાનું છે ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યકત કરૂ છું અહીં થનારી કથામાં વિજયભાઇને બોલાવીશું આપણે ગમે ત્યાં હોઇ એ ગમે તે હોઇ એ પણ મને આપણુ ગુજરાત એક મંચ ઉપર બેઠા છીએ ને જોવુ ગમે છે. પૂ. બાપુ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા કહયું હતું કે નરેન્દ્રભાઇએ વિદેશના વડાઓની બેઠકમાં કહયુ હતું કે અમે બુધ્ધ આપીએ છીએ યુધ્ધ નહિ. પૂ. બાપુએ તમામ ધારાસભ્યોને પ, ૧૦ ગામોની મુલાકાત લઇ ખાટલે બેસી સંવાદ કરવાની પણ શીખ આપી હતી. આજના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, જીતુ વાઘાણી, પુંજાભાઇ વંશ, જે. વી. કાકડીયા, પ્રતાપ દૂધાત, હીરાભાઇ સોલંકી, પુનમબેન માડમ, સહિતના રાજકિય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું છતડીયા હેલીપેડ ખાતે કલેકટર આયુષ્ય ઓક, રેન્જ ડીઆઇજી અશોક યાદવ, એમ. પી. નિલિપ્ત રાય, હિરાભાઇ સોલંકી, રઘુભાઇ ખુમાણ, ચેતન શિયાળ, સહિતનાઓએ અભિવાદન કર્યુ હતું.

(1:09 pm IST)