સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ઉપલેટામાં યુવકના પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો :સાથળના ભાગે ઇજા

ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

ઉપલેટા : શહેરમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયાની ઘટના બની છે. ફરસાણની દુકાન ધરાવતા અને કેટરર્સનું કામ કરતા યુવકે એમઆઈ કંપનીનો મોબાઈલ પેન્ટના ડાબા ખિસ્સામાં રાખ્યો હતો. ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે યુવકને ડાબા પગના સાથળના ભાગે ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(1:06 pm IST)