સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

વરસાદના વિરામ બાદ સુરેન્દ્રનગર જિલ્લા રોડ રસ્તા ધોવાયેલી હાલતમા દેખા દેતા નગરપાલીકા સફાળી જાગી

વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગર જિલ્લા ના શહેરી વિસ્તારોમાં આવેલ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં થઇ જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવવા જવા માટે પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લા ના અનેક રસ્તાઓ પર થોડા થોડા અંતર માં રસ્તામાં મસમસતા મોટા મોટા ખાડાઓ તેમજ મોટી કાકરીઓના કારણે ગામના લોકો અને શહેર ની જનતા કામ અર્થે રોડ પર થી અવાર નવાર પસાર થાય છે..ઙ્ગ

વાહન મારફતે જતી વખતે અકસ્માતનો ભય રહે છે. તેમજ આવા રસ્તા ઓ પર થી વિદ્યાર્થીઓ પણ સુરેન્દ્રનગર અભ્યાસ અર્થે આવવા માટે તેવો સમયસર શાળાએ પહોચી શકતા નથી. અને કોઇ મહિલાની ડિલેવરીના સમયે આ બિસ્માર રસ્તાના કારણે દર્દીને પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. તથા ડિલેવરીના કેસમાં રસ્તામાં જ ડિલેવરી થવાના બનાવ પણ બનેલા હોય જેથી આવી અનેક મુશ્કેલીઓનો ભોગ ન બને તેવા હેતુસરઙ્ગ આવા બિસ્માર રસ્તાને તંત્ર દ્વારા અચાનક રાતો રાત નવા બનેલ રોડ પર માટી પુરવામાં આવતા અનેક જાત ના સવાલો પેદા થયા છે.

જિલ્લામાં એક વર્ષ પૂર્વે બનેલ રોડ રાતો રાત વરસાદ ના પગલે અને નબળા કામ ના કારણે ધોવાઈ ગયા છે.ત્યારે આ કોન્ટ્રેટરો ની પોલ ન ખુલ્લે તે પહેલા આવા બેસી ગયેલા રોડ પર નગરપાલીકા દવારા રાતો રાત માટી ના દમપરો ભરી માટી પૂરવા માં આવી રહી છે. ત્યારે પ્રજામાં આ બાબતે અનેક જાત ના સવાલો ઉભા થયા છે.

કોન્ટ્રાકટરોનું નબળું કામ ઢાંકવા રાતો રાત શહેરના રોડના ખાડામાં માટી પુરાઈ રહી છે. તેવી ચર્ચા ચાલી છે.

(1:04 pm IST)