સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

પતિએ ખરાબ ધંધો કરવાનું કહેતાં પત્નીએ ઝેરી દવા પીધી

સુરેન્દ્રનગર :૧૨ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયાં

વઢવાણ,તા.૪: મૂળચંદ રોડ મારૂતી ફલેટમાં રહેતા પતિ અને દિકરીને પત્ની મળવા આવી હતી. ત્યારે પતિએ ખરાબ ધંધો કરવાનું કહેતા પત્નીએ ના પાડતા બંને વચ્ચે મામલો બિચકાયો હતો. જેમાં ઇજાઓ પહોંચાડતા લાગી આવતા પત્નીએ ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

આજથી ૧૨ વર્ષ પહેલા મૂળ જોરાવનરગરના અને હાલ વઢવાણ મૂળંચદ રોડ મારૂતી ફેલટમાં રહેતા ઉમેશભાઈ રાદ્યવજીભાઈ પરમાર સાથે અપસાનાબેને તેમની મરજીથી રાજીખુશીથી પ્રેમલગ્ન કર્યા હતા. જેમાં આ દંપતીને સંતાનમાં એક ૮ વર્ષની આયુશી દિકરી પણ છે. પરંતુ અપસાનાબેન પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ પતિ ઉમેશભાઈએ પત્ની અપસાનાબેનને ખરાબ ધંધો કરવાનું કહેતા તેઓએ ના પાડી હતી. આથી મારકુટ ગાળો આપતા અપસાનાબેન પોતાના પિયર ફિરદોસ સોસાયટી મસ્જીદની પાછળની ગલીએ રિસામણે જતા રહ્યા હતા. પરંતુ રાત્રે પોતાનો સામાન લેવા તેમજ પોતાની દિકરીને તેમના પતિના ઘેરમળવા ગયા હતા. આથી પતિએ સામાન નહી આપી અને દિકરીને મળવા નહી દઇને બોલાચાલી કરી મારકૂટ કરી નાની કરવતથી અપસાનાબેનના બંને હાથે કાંડા ઉપર લસરકા કરી સામાન્ય ઇજા કરી હતી. આ બાબતે અપસાનાબેનને લાગી આવતા પોતાની જાતથી ઉંદર મારવાની દવા પી ગયા હતા. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર સી.જી.હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જયાં તેઓએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ પી.વી.ધનેશા ચલાવી રહ્યાં છે.

(1:02 pm IST)