સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

પરા પીપળીયામાં ગરમ પાણીના તપેલામાં પડતાં દાઝેલા ૧ાા વર્ષના બાળકનું મોત

રાજકોટ તા. ૪: જામનગર રોડ પર પરા પીપળીયામાં ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતાં પરિવારના ૧ાા વર્ષના બાળકનું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પરા પીપળીયામાં રહેતાં ભરતભાઇ સોલંકીનો ૧ાા વર્ષનો પુત્ર ૨૪મીએ સાંજે આઠેક વાગ્યે ઘરમાં રમતો-રમતો ગરમ પાણીનું તપેલુ ભર્યુ હોઇ તેના પર પડતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. અહિ આજે સવારે મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર માહિર બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પિતા ભરતભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(12:09 pm IST)