સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

૩૦૭ના આરોપીને પકડી પાડતી ધોરાજી સુરત પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક  પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના હોય ધોરાજી પો.સ્ટેના પો.ઈન્સ. વી એચ જોશીના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે ના PSI જે.બી મીઠાપરા તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા HC ચંદ્રસિંહ વસૈયા તથા PC અનિરુદ્ઘસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા દ્યનશ્યામસિંહ જાડેજા તથા સુરત શહેર માંથી તપાસ માં આવેલ માણસો સાથે પો.કોન્સ દ્યનશ્યામસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે ધોરાજી પોસ્ટે વિસ્તારમાંથી આરોપી નવાજ યાસીન ફતા રહે અલીનગર તથા શકીલ ઈકબાલભાઈ મેમણ રહે મીડલ કોલોની વાળા મળી આવતા સુરત શહેર પોલીસને સોંપી આપેલ છે. કામગીરી કરનાર ટીમ PI વી.એચ જોષી Psi જે બી મીઠાપરા HC લાલજીભાઈ જાંબુકીયા HC ચંદ્રસિંહ વસૈયા PC અનિરુદ્ઘસિંહ ઝાલા Pc દ્યનશ્યામસિંહ જાડેજા PC અજીતભાઈ ગંભીર હતા.

(12:04 pm IST)