સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

પ્લાસ્ટીક મુકત જન આંદોલનમાં સહભાગી થવા રાજશીભાઇની અપીલ

પૂ.મહાત્મા ગાંધી જયંતિ નિમિતે ગીર સોમનાથના સાદ્રી ખાતે શ્રમદાન કાર્યક્રમ સંપન્ન

વેરાવળ-પ્રભાસપાટણ તા.૪ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લા કક્ષાનો પ્લાસ્ટિક વેસ્ટ મહાશ્રમદાન,સ્વચ્છતા શપથ અને ફિટ ઈન્ડીયા કાર્યક્રમ સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આદ્રી ખાતે યોજાયો હતો.

રાજય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાંઙ્ગ તેઓશ્રીએ જણાવ્યું હતું કે,ઙ્ગરજી ઓકટોબર ૧૫૦મી ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્ત્।ે ભારત સરકારે પ્લાસ્ટિક મુકત અભિયાન હાથ ધર્યુ છે. સમગ્ર દેશમાં આજે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારશ્રીને પ્લાસ્ટિક મુકત અભિયાન અને સ્વચ્છતા રાખવામાં લોકોએ સહભાગી સહકાર આપવો આવશ્યક છે.જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે જણાવ્યું હતું કે,સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુકતની આદત લોકોએ તેમના જીવનમાં અમલી બનાવી જોઈએ. ગામ શહેરી અને પોતાનું ફળિયું લોકોએ સ્વચ્છ રાખવું જોઈએ.

આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્રારા ફીટ ઈન્ડીયા કાર્યક્રમને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ સ્થળેથી મહાકાળી મંદિર સુધી ૨ કિ.મી.ની મેરેથોન યોજી મેરેથોન માર્ગમાં આવતા તળાવ, ઘર, શેરીઓ, દુકાનો અને રસ્તા પરના વિખેરાયેલ પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમા મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ લોકોએ સ્વચ્છતા અને પ્લાસ્ટીક મુકત અભિયાનમા સહકાર આપવા માટે સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડો.પ્રજાપતિ,  તાલુકા વિકાસ  અધિકારીશ્રી ઠક્કર, અગ્રણીશ્રી નારણભાઈ ચાંદેરા, સાંગા ભાઈ, હમીરભાઈ રામ, ઙ્ગસત્ત્।ારભાઈ તેમજ  શાળાનો  સ્ટાફ અને મોટીસંખ્યામાં વિધાર્થીઓ સહભાગી થયા હતા. જિલ્લા ગ્રામ વિકાસ દ્રારા આયોજીત આ કાર્યક્રમનું સંચાલન શ્રી નિમાવતે કર્યું હતું.

(12:16 pm IST)