સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

માળીયા હાટીનામા અમરાપુર ગીર પંથકમાં ૩ ઈંચ વરસાદે મગફળીના પાકનું ધોવાણ કર્યુઃ વળતરની માંગણી

માળીયા હાટીના તા.૪: તાલુકાના અમરાપુર ગીર ગામે કાલે બપોરના ૩:૩૦ પાંચ વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં વીજળીના કડાકા ભડાકા તોફાની પવન સાથે અમરાપુર ... કાત્રાસા .. આમબલગઢ.. સહિત ગીર પંથક માં મેઘરાજા અનરાધાર વરસાદ શરૂ થયો હતો દોઢ કલાકમાં અંદાજે જેટલું પાણી પડ્યું છે .અનરાધાર વરસાદ પડતા અમરાપુર પંથકના અનેક ખેતરોમાં મોટાપાયે મગફળીના પાકમાં ધોવાણ થઈ ગયું છે હજુ પણ વરસાદ ચાલુ છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે એમ એમ અમરાપુર ના સરપંચ જેસીંગભાઇ ડોડીયા અને વીરડી વાળા વિજયભાઈ પરમારે એક યાદીમાં જણાવેલ છે

. માળીયા હાટીના તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને નુકસાન થયેલ છે ઘણા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે મગફળીના પાકને મોટું નુકસાન થયેલ છે ખેડ્તોનો ખેતરમાં પડેલો તારો પણ બગડી ગયેલ છે અંગે ભારતીય કિસાન સંઘ માળીયાહાટીના તાલુકાના પ્રમુખ રાજુભાઈ ભાલોડીયા ડી કે સિસોદિયા હમીરભાઇ સિસોદિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ ભાઈ કારીયા રાજુ ભાઈ દેસાઈ સહિતના કિશન આગેવાનો આજે મમદ રફી કોઠારીને આવેદનપત્ર આપી ખેડૂતોમાં ખેડૂતોના ખેતરમાં થયેલ સર્વે કરી નુકસાની અને વીમો તાત્કાલિક આપવા ની માગણી કરી છે.

(12:02 pm IST)