શાપર-વેરાવળમાં કારમાં દેશી દારૂના જથ્થા સાથે ધર્મેશ મકવાણા પકડાયો
ગોંડલનો રાજુ કોળી અને રાજકોટના ઇમરાનની શોધખોળઃ એલસીબીનો દરોડો
તસ્વીરમાં પકડાયેલ શખ્સ દારૂના જથ્થા અને કાર સાથે નજરે પડે છે.
શાપર-વેરાવળ તા. ૪: શાપર-વેરાવળમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી કારમાં દેશી દારૂના જથ્થા સાથે નીકળેલ ગોંડલના શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય બે ના નામો ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે સુચના મુજબ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એમ. એન. રાણા તથા પો. હેડ કોન્સ. બ્રીજરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ્સ. મયુરસિંહ જાડેજા શાપર વેરાવળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે પર સવરોલટ કેપ્ટીવા કાર જીજે ૧૧ એસ ૭૭પ૭ વાળીમાં દેશી દારૂ લીટર ર૭૦ કિંમત પ૪૦૦ નો ભરીને હેરાફેરી કરાતી હોય કાર ચાલાક ધર્મેશ મનસુખભાઇ મકવાણા રહે. ગોંડલ કુંભારવાડા ને ઝડપી લીધો હતો. જયારે રાજુભાઇ કોળી રહે. ગોંડલ સામાકાંઠે તથા ઇમરાન રહે. રાજકોટ રહણુજા મંદિર નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
રૂરલ ક્રાઇમ બ્રાંચે કાર અને દારૂ સહિત પ.પ૪ લાખનો મુદામાલ કબ્જે પકડાયેલ ધર્મેશને શાપર પોલીસના હવાલે કર્યો હતો.