સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

પૂ.ગાંધીજીની જન્મજયંતી નિમિતે

સોમનાથ રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

પ્રભાસપાટણ તા.૪ : સમગ્ર દેશ ભારતના આ રાષ્ટ્રપિતાની ૧૫૦જ્રાક જન્મજયંતિ ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મદિવસઙ્ગ ની વિશેષ ઉજવણી માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગઙ્ગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીઙ્ગ પ્રસ્થાપિત શ્રી ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર -ગીર સોમનાથ દ્વારા રેલ્વે સ્ટેશન સોમનાથ ખાતે એક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં એમ. જે. સ્વામીનારાયણ હાઈસ્કુલ (ઇકો કલબ) ના વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષક એચ. કે. ગજેરા, ડી.એમ.રામાણી, વિજય કોટડિયા વિગેરે પણ જોડાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા રેલવે સ્ટેશનની અંદર આવેલ પ્લાસ્ટિક કચરો વીણવામાં આવેલ ત્યારબાદ સ્વચ્છતા અંગે ના શપથ લેવામાં આવેલ.

 આ કાર્યક્રમમાં રેલવેના ડો. પાર્થ (જુનાગઢ) પ્રદીપ મેનન (સોમનાથ એસ.એસ. વાણિજય) એલ.ડી મહાપાત્ર (સ્ટેશન અધિક્ષક સોમનાથ) અજયકુમાર (બુકિંગ કલાર્ક) સંદીપ વાળા (રેલવે પોલીસ સોમનાથ) નરેશ એન. ગુંદરણીયા (કો-ઓર્ડીનેટર લોક વિજ્ઞાન કેન્દ્ર) હાજર રહી અભિયાનમાં જોડાયા હતા. અને બાળકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કાર્યક્રમ ના અંત માં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને બોલપેન તથા નાસ્તો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

(12:00 pm IST)