સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ઓખામાં રઘુવંશી સમાજની ગરબીમાં માંની આરાધનામાં જોડાતા નગરજનો

 ઓખા તા.૪ : ઓખા લોહાણા મહાજનવાડી ખાતે છેલ્લા છ વર્ષથી નવરાત્રી મહોત્સવનંુ આયોજન રઘુવંશી સેવા સમીતી અને ઓખા લોહાણા મહાજન દ્વારા ધમાકેદાર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.સંગીતના સથવારે અવનવા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવે છ.ે આ વર્ષે મોટી સંખ્યામાં મહિલા ખેલૈયાઓ અવનવા વેશભુષા ધારણ કરવા ગરબાના કામણ પાથરી રહ્યા છે. ખાસ કરીને સમાજના પ્રતિષ્ઠીત આગેવાનો અને તેમની ટીમ દ્વારા યોજવામાં આવતી આ નવરાત્રી દરમ્યાન દરરોજ રમવા આવતા ખેલૈયાઓ અને આમંત્રીત મહેમાનોને નાસ્તા ચા પાણી તથા આઇસ્ક્રીમ આપવામાં આવે છ.ે દરરોજ લહાણી કરવામાં આવે છ.ેઆ નવરાત્રીને સફળ બનાવવા સમાજના અગ્રણીય મોહનભાઇ બારાઇ, જગુભાઇ સામાણી, નીલેશભાઇ પંચમતીયા,રાજુભાઇ કોટક, રમેશભાઇ સામાણી, બીરજુભાઇ બારાઇ, કમલેશભાઇ થોભાણી, રોહીતભાઇ ગોકાણી, અમરભાઇ ગાંધી, જીગરભાઇ વિઠલાણી, કેતનભાઇ ધોકાઇ, કેતનભાઇ બારાઇ રઘુવંશી સમાજના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છ.ે

(11:51 am IST)