સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ચલાલામાં પ્લાસ્ટિક મુકત શહેર માટે જાગૃતિ રેલી યોજાઇ

ચલાલા નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જયંતિ નિમિતે પ્લાસ્ટિક મુકત શહેર, સિંગલ યુઝ પ્લાસ્ટિક  ન વાપરવા તથા સ્વચ્છતા માટેની જાગૃતિ લાવવા માટે રેલી યોજવામા આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તમામ સદસ્યશ્રીઓ, ચીફ ઓફિસર શ્રી, ન.પા. તમામ સ્ટાફ એમ.કે.સી. ગર્લ્સ હાઇસ્કૂલ વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સ્વચ્છતા માટે ના શપથ પણ લીધા હતા. તસ્વીરમાં રેલીમાં જોડાયેલ અધિકારી પદાધિકારી તથા વિદ્યાર્થી અને આમ નાગરિકો નજરે પડે છે. (તસ્વીરઃ દિપ કરીયા)

(11:47 am IST)