સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ભાણવડની બરડા શાળામાં કલા ઉત્સવમાં જોડાતા ભૂલકાઓ

પૂ.ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે

 ભાણવડ તા.૪ : દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દેવભૂમી દ્વારકા કલા ઉત્સવ ૨૦૧૯નું આયોજન શ્રી બરડા શાળા વિકાસ સંકુલ ભાણવડ દ્વારા કરવામાં આવેલ હતુ.

આ કલા ઉત્સવમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરેલ હતુ. ભાણવડ તાલુકાના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ૨૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એસવીએસ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રૂ.૫૦૦ દ્વિતીય વિદ્યાર્થીને રૂ.૩૦૦ તથા ત્રીજા ક્રમે આવનારને રૂ.૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપેલ. તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાણવડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

કાર્યક્રમનું આયોજન બરડા શાળા વિકાસ સંકુલનું સંયોજક કમલેશભાઇ પાથર અને સહસંયોજક સુભાષભાઇ શિહોરાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા વી.એમ.ઘેલાણી સરકારી હાઇસ્કુલના જી.વી.કાનાણી, એલ.એમ.કટેશીયા, કે.આર.ગોધાણી, અમરીબેન ચંદ્રાવાડીયા તથા સરકારી માધ્યમિક શાળા રૂપામોરાના મદદનીશ શિક્ષક ગૌતમભાઇ શીંગરખીયાએ જહેમત ઉઠાવી હતી.

(11:35 am IST)