સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ભાવનગર પંથકની મહિલાનું શંકાસ્પદ કોંગો ફીવરથી મોત

ભાવનગર તા. ૪ :.. ભાવનગરની હોસ્પીટલમાં શંકાસ્પદ કોંગો ફિવરથી મહિલાનું મોત નિપજયું છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં લોલીયાણા ગામની મહિલાને તાવ આવતાં અત્રેની સર ટી. હોસ્પીટલમાં કોંગો ફિવરનાં શંકાસ્પદ કેસ તરીકે સારવાર શરૂ કરાઇ હતી. આ મહિલાનો રીપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે વલ્લભીપુર તાલુકાનાં દાત્રાટીપા ગામનાં ૪ર વર્ષનાં દર્દીનો એક કેસ કોંગો ફિવર પોઝીટીવ આવ્યો હતો. અને આ દર્દી હાલ અમદાવાદ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ છે.

આમ ભાવનગરમાં કોંગો ફિવરનો ભય હજુ યથાવત રહ્યો છે.

(11:02 am IST)