સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

મોરબીમાં ઉભરાતી ગટર પ્રશ્ને પાલીકાએ ધ્યાન ન આપતા નવરાત્રી બંધઃ ચક્કાજામ કરીને વિરોધ

મોરબી,તા.૪: મોરબીના માધાપર વિસ્તારના છેલ્લા બે માસથી ઉભરાતી ગટરની સમસ્યા હોય અને છતાં નીમ્ભર તંત્ર ગટર સમસ્યા અંગે કોઈ કાર્યવાહી કરતુ ના હોય જે અંગે અનેક રજુઆતો અને આંદોલન છતાં પ્રશ્નનો નિકાલ નહિ આવતા આજે લત્ત્।ાવાસીઓએ માધાપર નાકા પાસે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો  ઉભરાતી ગટર પ્રશ્ને નવરાત્રી આયોજન થઇ શકેલ નહીં

વોર્ડ નં ૦૬માં આવતા માધાપર વિસ્તારમાં છેલ્લા બે માસ જેટલા સમયથી ઉભરાતી ગટર અને વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થાનિકો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે અને આ મામલે સ્થાનિક આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કર્યા બાદ સ્થાનિક આગેવાન અનિલભાઈ હડીયલ સહિતના અગ્રણીઓએ ઉપવાસ આંદોલન શરુ કર્યા હતા અને જે તે સમયે પાલિકા તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી જોકે પાલિકા તંત્રએ પોતાની પરંપરા જાળવી રાખીને આપેલી ખાતરી પાળી ના હતી અને ગટર સમસ્યા જેમની તેમ હોય અને બે માસથી લત્ત્।ાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હોય જેથી આજે સ્થાનિકોના ટોળાએ માધાપર ઝાંપા પાસે જડેશ્વર મંદિર રોડ પર વાહનો રોકી ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો ચક્કાજામમાં મહિલાઓ, વડીલો, આગેવાનો સહિતના સૌ કોઈ જોડાયા હતા તો રોડ ચક્કાજામને પગલે એ ડીવીઝન પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આંદોલન કરનાર ૪૩ લોકોને ડીટેઈન કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા

આજે રોડ ચક્કાજામ અંગે સ્થાનિક આગેવાન અનિલભાઈ હડીયલે જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી ગટર ઉભરાય છે જે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે અને લોકોના દ્યરો સુધી દ્યુસ્યા છે સાથે જ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે હાલ નવરાત્રીનો તહેવાર ચાલતો હોય પરંતુ આ વિસ્તારમાં ઉભરાતી ગટરને પગલે નવરાત્રી બંધ રાખવાની ફરજ પડી છે અગાઉ ગણેશ મહોત્સવમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી જેથી લત્ત્।ાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે

આજે લત્ત્।ાવાસીઓના ચકકાજામને પગલે પરિસ્થિતિ ના બગડે તેવા હેતુથી તુરંત પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ૪૩ લોકોને ડીટેઈન કરીને વાહન વ્યવહાર પુનઃ શરુ કરાવ્યો હતો તો આજે લત્ત્।ાવાસીઓના આંદોલન અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં પ્રશ્નનો ઉકેલ કરીશું

(9:59 am IST)