સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

મોરબીના અમરનગરમાં 'પ્લાસ્ટિક મુકત ભારત'રેલી

મોરબીઃમહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ પ્રસંગે 'સ્વચ્છ ભારત'  અને 'સ્વચ્છતા હી સેવા ' કાયઁક્રમ અંતર્ગત શાળામા સ્વચ્છભારત 'રેલી અને 'પ્લાસ્ટિક મુકત 'ભારત રેલી યોજવામા આવી.રેલીમા સ્વચ્છતા ને લગતા તથા પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અંગેના સુત્રોચ્ચાર કરવામા આવેલ...વિદ્યાર્થીઓ દ્વારા ગામની સફાઇ કરવામા આવેલ અને પ્લાસ્ટિક ભેગુ કરી નાશ કરવામા આવેલ તથા પ્લાસ્ટિક ન વાપરવા અંગે સંદેશો પાઠવવામા આવેલ.શાળામા સિંગલ પ્લાસ્ટિક યુઝ નહિ કરવા અંગે આચાયઁ દ્વારા વિશેષ શપથ લેવાડાવવામા આવેલ.ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામલોકો દ્વારા ભારતને પ્લાસ્ટિક મુકત બનાવવાના અભિયાનમા તન ,મન અને ધનથી સહયોગ આપવાની કટિબધ્ધતા વ્યકત કરવામા આવેલ...વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી અને સ્વચ્છ ભારત અંગે વકતવ્ય આપવામા આવ્યા..સાથે સાથે 'ફિટ ઇન્ડિયા પ્લોગિંગ રન મેરેથોન ' નુ પણ આયોજન કરવામા આવેલ. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મણિલાલ સરડવા, અમરનગર ગ્રામ પંચાયતના સરપંચશ્રી રમેશભાઈ ભીખાભાઈ પાંચોટિયા , એસ.એમ.સી. અધ્યક્ષ દલસુખભાઈ તથા સભ્યો, તલાટી કમ મંત્રી ડી.એમ.વાદ્યેલા તથા શિક્ષકો અને ગ્રામલોકો બહોળી સંખ્યામા હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવેલ. પ્લાસ્ટિક કચરાની સફાઇ કરવામાં આવી છે. તે તસ્વીર

(9:58 am IST)